News of Thursday, 4th December 2025
લોધીકાના ખાંભામાં ૨૦૦ રૂપરડી મામલે પ્રદિપને રોહને છરીના પાંચ ઘા ઝીંક્યા
બંગાળી યુવાનના રૂમમાંથી પૈસા ગૂમ થતાં રૂમ પાર્ટનરને પુછતાં ગાળાગાળી કરીઃ ગાળો દેવાની ના પાડતાં હુમલો

રાજકોટ તા. ૪: લોધીકાના ખાંભા ગામે રહેતાં અને અહિની રફતાર એગ્રો ખાતે નોકરી કરતાં પ્રદિપ વિશ્વનાથ દંત (ઉ.વ.૨૫) નામના મુળ પヘમિ બંગાળના યુવાનને રાતે નવેક વાગ્યે કંપની નજીક રૂમમાં હતો ત્યારે તેના રૂમ પાર્ટનર મુળ બંગાળના રોહને ઝઘડો કરી છરીથી હુમલો કરી છાતી, પડખામાં પાંચેક ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
પ્રદિપે જણાવ્યું હતું કે હું બંગાળથી ગયા મહિને જ અહિ કામ કરવા આવ્યો છું. મારી સાથે રૂમ પાર્ટનર તરીકે બંગાળનો જ રોહન રહે છે. મારા રૂમમાં મેં રાખેલા રૂા. ૨૦૦ ગાયબ થઇ જતાં આ બાબતે રૂમ પાર્ટનર રોહનને પુછતાં તેણે ગાળો દેતાં મેં તેને ગાળો બોલવાની ના પાડતાં છરીથી હુમલો કર્યો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇ, પ્રતાપભાઇએ જાણ કરતાં શાપર પોલીસે તપાસ હાથ ધરી છે. હુમલામાં ઘાયલ પ્રદિપ બે ભાઇમાં નાનો છે અને કુંવારો છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
