<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં વધઘટ

આજે ફરી સવારે ઠંડકની અસર વર્તાઇ : બપોરે ગરમી યથાવત

રાજકોટ, તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારે ઠંડકની અસર ફરી વર્તાઇ હતી.

જો કે દરરોજ ઠંડીમાં વધઘટ થઇ રહી છે. આજે ગીરનાર પર્વત ઉપર ૧૦.૩, જામનગરમાં ૧૬.પ, નલીયામાં ૧૧, રાજકોટમાં ૧૪.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :  જુનાગઢ તા. ૦૩ જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સતત બીજા દિવસે પણ ઠંડી ૧૦.૩ ડીગ્રી રહી હતી.

ગિરનાર પર ગઈકાલે ૧૦.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા બાદ આજે સવારે પારો નીચે ઉતરીને ૧૦.૮ ડિગ્રીએ સ્‍થિર થયો હતો. ના પરિણામે સમગ્ર પર્વતીય વિસ્‍તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું.

જુનાગઢ શહેરમાં પણ લઘુતમ તાપમાન ઘટીને આજે સવારે ૧૫.૩ ડિગ્રી નોંધાયું હતું. લઘુતમ તાપમાન ઘટવાની સાથે આજે સવારે ભેજનું પ્રમાણ ઘટીને ૪૩ ટકા થઈ ગયું હતું. તો બીજી તરફ પવનની ઝડપ વધીને ૩.૮ કિલોમીટરની થઈ ગઈ હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬.પ સે.ગ્રી.,  મહતમ તાપમાન ર૮.પસે.ગ્રી., ભેજનું પ્રમાણ ૭૦ ટકા, પવનની ગતિ ૩.ર કિ.મી. રહી છે.

(1:26 PM IST)