તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
નર્મદા પાણીની આવક ચાલુ હોવાથી મોરબીના મચ્છુ ૦૨ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીના જોધપર નજીક આવેલ મચ્છુ ૨ ડેમમાં નર્મદા પાણીની આવક ચાલુ છે અને ડેમ સંગ્રહશક્તિના ૧૦૦ ટકા ભરાઈ ગયો છે જેથી તા. ૦૨ ના બપોરે ૨ કલાકે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે જેથી ૩૨૩ કયુસેક ઇન્ફ્લો સામે ૩૨૩ કયુસેક આઉટફલો જોવા મળી રહ્યો છે.
ડેમનો દરવાજો ખોલવામાં આવતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર એમ ૨૦ ગામો તેમજ માળિયા તાલુકાના વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા (મી.) એમ ૦૯ ગામો મળીને કુલ ૨૯ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
