<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

જામનગરનાં સાહિત્યકાર ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' ને એકસાથે બે પ્રતિષ્ઠિત એવોર્ડ : અરવિંદ સુવર્ણચંદ્રક તથા હરીલાલ દેસાઇ એવોર્ડથી સન્માનીત

જામનગરનાં વરિષ્ઠ સાહિત્યકારને ગુજરાતી સાહિત્ય જગતનાં પ્રતિષ્ઠિત એવા બે એવોર્ડ એકસાથે એનાયત થતા નગરનાં સાહિત્ય જગતનાં ગૌરવમાં પણ વધારો થયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ :   જામનગરનાં વરિષ્ઠ સાહિત્યકાર ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' ને ગુજરાત સાહિત્ય પરિષદનાં પ્રતિષ્ઠિત બે પુરસ્કાર  એકસાથે એનાયત થતા નગરનાં કલા ગૌરવમાં વધારો થયો છે. 

 

    ડો. સતિષ વ્યાસનાં પુસ્તક 'આગવો કબીર' માટે વર્ષ ૨૦૨૦ માટેનો પ્રતિષ્ઠિત અરવિંદ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. જ્યારે તેમનાં અન્ય પુસ્તક 'રવિન્દ્રનાથ નો કલાવૈભવ' માટે તેઓને વર્ષ ૨૦૨૦ નો શ્રી હરિલાલ માણેકલાલ દેસાઇ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

 

   ગુજરાત સાહિત્ય પરિષદનાં પ્રમુખ અને વરિષ્ઠ સાહિત્યકાર હર્ષદ ત્રિવેદીનાં હસ્તે ડો. સતિષ વ્યાસ 'શબ્દ' ને પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

 

   નગરનાં વરિષ્ઠ સાહિત્યકારને ગુજરાતી સાહિત્ય જગતનાં પ્રતિષ્ઠિત એવા બે એવોર્ડ એકસાથે એનાયત થતા નગરનાં સાહિત્ય જગતનાં ગૌરવમાં પણ વધારો થયો છે અને ડો. સતિષ વ્યાસ 'શબ્દ' પર ચોતરફી અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:28 PM IST)