તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
ઇરાકની પેઢી સાથે ગોંડલના દંપતિની ૧.૬૩ કરોડની છેતરપીંડી
કર્તવ્ય ઇન કોર્પો.ની પેઢીના સોનલ પટેલ તથા પતિ ઉર્વીશએ મગફળી- તલનો જથ્થો ઇરાક મોકલવાના બહાને રૂપિયા તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરી

રાજકોટ તા.રઃ ઇરાકની પેઢી સાથે ગોંડલના દંપતિની પેઢીએ મગફળી અને તલનો જથ્થો ઇરાક મોકલવાના બહાને ૧.૬૩ કરોડની છેતરપીંડી કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ ઇરાકના બગદાદના મે.વાડી અલસાદ કંપની ફોર જનરલ ટ્રેડીંગ કાું.ના લીગલ કન્સલટન્ટ રામકુમાર નાગનાથ રે.તામીલનાડુએ આરોપી મે.કર્તવ્ય ઇન કોર્પોરેશન પેઢીના પ્રોપરાઇટર સોનલ પટેલ તથા તેના પતિ ઉર્વીશ પટેલ રે.ગાયત્રીનગર-પ ગોંડલ સામે ગોંડલ બી ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી સોનલ પટેલ કે જેઓ M/S KARTAVYA INCORPORATION પેઢીના પ્રરોપરાયટર હોય અને તેઓના પતિ ઉર્વીશ પટેલ સાથે તલ તથા મગફળીનો એકસપોર્ટ ઇમ્પોર્ટનો વેપાર કરતા હોય અને આ બન્ને પતિ પત્નીનો પહેલે થી જ ફરીયાદીના મીત્ર M/S.WADI ALSHAHAD COMPANY FOR GENERAL TRADING C OMPANY LTD. ના માલીક અબ્દુલા રજાક રાધીને છેતરવાનો ઇરાદો હોય જેથી આ બન્નેએ કાવતરૂ રચી પોતે મોટા વે પારી હોવાનુ જણાવી અબ્દુલા રજાક રાધીને વિશ્વાસમા લઈ ૧૦૮ મેટ્રીક ટન મગફળી જેના અમેરીકન ડોલર ૧,૦૩,૬૮ ૦/- તથા ૫૪ મેટ્રીક ટન તલ જેના અમેરીકન ડોલર ૮૪,૨૪૦/- થાય તે ઇરાક ખાતે મોકલી આપવાનો કરાર કરી તેનુ પે મેન્ટ એમેરીકન ડોલર કુલ-૧,૮૭,૯૨૦/- જે ભારતીય ચલણી નાણુ આશરે રૂ. ૧, ૬૩, ૭૯, ૬૨૧/- (એક કરોડ ત્રેસઠ લાખ ઓગણાએંસી હજાર છસો એકવીસ રૂપીયા) થાય તે પોતાના બેંક એકાઉન્ટમા મેળવી લઇ મગફળી કે તલ ન મોકલાવી છેતરપીંડી કરી હતી.
આ ફરીયાદ અન્વયે બી ડિવીઝન પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
