તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
ગોંડલમાં મકાનમાં ૪ મહિલા સહિત ૭ જુગાર રમતા પકડાયા : ૧.૭ર લાખની રોકડ કબ્જે
ઇન્દુબેન માલકીયાના મકાનમાં રૂરલ એલસીબીનો દરોડો : ૧.૯૭ લાખનો મુદામાલ કબ્જે

જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.
રાજકોટ, તા., ૨ : ગોંડલમાં મહિલા સંચાલીત જુગારના હાટડા ઉપર રૂરલ એલસીબીએ દરોડો પાડી જુગાર રમતી ૪ મહિલા સહિત ૭ ને ૧.૭ર લાખની રોકડ સહિત ૧.૯૭ લાખના મુદામાલ સાથેઝડપી લીધા હતા.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તેમજ ઇન્ચા. પોલીસ અધિક્ષક સિમરન ભારદ્રાજએ પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવળતીઓ નેસ્તનાબુદ કરવા સુચના કરતા એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી શાખાના પો.સબ.ઇન્સ. એચ.સી. ગોહીલ તથા આર.વી. ભીમાણી સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મળેલ હકિકત બાતમીના આધારે ગોંડલ ભોજરાજપરા કુંભારવાડા મામાદેવ ના મંદિર પાસે ઇન્દુબેન જેન્તીભાઈ માલકિયાના રહેણાંક મકાનમાં જુગાર રમતો હોવાની જાણ થતાં રેડ કરી જુગાર રમતા ં અશોક ઉર્ફે મેમાન ગોવિંદભાઈ સાસાણી રહે. ગોંડલ વોરાકોટડા આવાસ યોજના, સલીમ હાસમભાઈ બુકેરા રહે. ગારિયાધાર નવાગામ રોડ તા. ગારિયાધાર, રવજીભાઈ ઉર્ફે ભગત મેરાભાઈ ઢીલા રહે. મુ.પરવાળા તા.ઉમરાળા, દક્ષાબેન ઉર્ફ દ્રષ્ટિ વા/ઓફ હિરેનભાઈ પ્રભુદાસ ગોંડલ ભાવનાબેન વા/ઓફ મગનભાઈ કરસનભાઇ વોરા રહે. રાજકોટ એટિકા ફાટક પાસે શ્યામ હોલની બાજુમાં શ્રદ્ધા સોસાયટી શેરી નંબર-૨ વિલાસબેન વા/ઓફ ભીખાભાઇ ભટ્ટી રહે. ગોંડલ આશાપુરા ફાટક પાસે રૈયારાજ નગર, ઇન્દુબેન જેન્તીભાઈ માલકિયા રહે. ગોંડલ ભોજરાજપરા કુંભારવાડા મામાદેવ ના મંદિર પાછળને ઝડપી પાડી રોકડા રૂ.૧,૭૨,૦૦૦ હજાર મોબાઇલ ફોન નંગ-૦૫ રૂ.૨૫,૦૦૦/હજાર મળી કુલ મુદામાલ રૂ.૧,૯૭,૦૦૦/- હજારનો કબ્જે કરી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી એ.એસ.આઇ બાલકળષ્ણભાઇ ત્રીવેદી, જયવીરસીંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ, પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
