<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

વાંકાનેરના પંચાસર ચોકડી પાસે સાયકલ સવાર દાદા-પોૈત્રને ટ્રકે ઉલાળ્‍યાઃ દાદાનું મોત

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૨: વાંકાનેર ગામની ચોકડી પાસે સાયકલ પર પસાર થતા દાદા-પોૈત્રને પાછળથી આવતા ટ્રક ચાલકે હડફેટે લેતા ટ્રકના તોતિંગ વ્‍હીલ ફરી વળતા દાદાનું મોત થયું હતું. જયારે બે વર્ષીય પોૈત્રને આ અકસ્‍માતમાં ઇજાઓ પહોંચી હતી.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં અનીશભાઈ ભોરણીયાની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા અમ્‍બારામભાઈ ભાંબર તથા તેમનો બે વર્ષિય પૌત્ર લક્કી સાયકલ પર પંચાસર ચોકડી નજીકથી પસાર થતાં હોય, દરમ્‍યાન પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રક નં. GJ 12 BZ 9723 ના ચાલકે બંને દાદા-પૌત્રને હડફેટે લેતા ગંભીર અકસ્‍માત સર્જાયો હોય, જેમાં અમ્‍બારામભાઈના બંને પગ પર ટ્રકના તોતિંગ વ્‍હીલ ફરી વળતાં તેમનું મોત થયું હતું, જ્‍યારે બે વર્ષિય પૌત્રને સામાન્‍ય ઇજાઓ પહોંચતા તેનો બચાવ થયો હતો. હાલ આ બનાવ મામલે મળતકના પુત્ર જગદીશભાઈ ભાંબરે અકસ્‍માત સર્જી નાસી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

(11:47 AM IST)