તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
ભાવનગર યુવતિ ઉપરના દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપીને ૧૦ વર્ષની સજા અને દંડ ફટકારતી અદાલત

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨: ભાવનગર જીલ્લાના પાલીતાણા ગામે રહેતા ૨૭ વર્ષીય શખ્સે એક યુવતી સાથે દુષ્કર્મ કરેલ આ અંગેનો કેસ ભાવનગર ની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબીત માની ૧૦ વર્ષની સજા અને રોકડા રૂા. ૧,૫૦,૦૦૦ નો દંડ અને દંડ પૈકીની રકમ ૧,૨૫,૦૦૦ ફરીયાદીને વળતર પેટે ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.
આ બનાવ ની વિગત એવી છે કે આ કામના આરોપી દિનેશભાઈ ઓઘાભાઈ વાઘેલા ઉ.વ.૨૭ રહે. ચુનાની ભાઠી આદપર રોડ, પાલીતાણા વાળો આ કામના ફરીયાદી સાતેક માસ પહેલા બપોરના આશરે બે વાગ્યે એક વાડી વિસ્તારમાં પીવાનું પાણી કુવાએ ભરવા ગયેલ ત્યારે વાડીની બાજુમાં આવેલ નળ (વોકળુ) માં બહાર જવા જતા આ વખતે આરોપી દિનેશભાઈ ઓઘાભાઈ વાઘેલા ત્યા આવી ફરીયાદીને પકડી પછાડી બળજબરથી ફરીયાદીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરી ફરીયાદીને સાતેક માસનો ગર્ભ રાખી દઈ ફરીયાદીને આ બાબતે કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યો હતો.
આ બનાવની ફરીયાદ ફરીયાદીએ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન માં ગત તા. ૨/૭/૨૦૨૦ ના રોજ ગુનો જાહેર થતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.
આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડી. સેસન્સ જજ એચ.એસ.દવે ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ સી.એમ.પરમારની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી દિનેશભાઈ ઓઘાભાઈ વાઘેલા સામે આઈ.પી.સી. કલમ ૩૭૬ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી આરોપીને ૧૦ વર્ષની કેદની સજા તેમજ રોકડા રૂા. ૧,૫૦,૦૦૦ નો દંડ તેમજ આઈ.પી.સી. કલમ ૫૦૬(૨) મુજબ તકસીરવાન ઠેરવી ૨ વર્ષની કેદની સજા તેમજ રોકડા રૂા. ૫,૦૦૦ નો દંડ અદાલતે ફટકાર્યો હતો. તેમજ દંડ ભરે તેમાંથી અપીલ સમય બાદ રૂા. ૧,૨૫,૦૦૦ વળતર તરીકે ભોગ બનનારને ચુકવવા અદાલતે હુકમ કર્યો છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
