તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 2nd December 2025
જૂનાગઢના ઝાલણસર પાસે ટ્રક પલ્ટી ખાઇ જતા ટ્રક ચાલકનું મૃત્યુ
બાથરૂમમાં ચક્કર આવતા લપસી પડી જતા માંગરોળના યુવાનનું મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨ : જૂનાગઢના ઝાલણસર પાસે ટ્રક પલ્ટી ખાઇ જતા ટ્રક ચાલકનું અને બાથરૂમમાં ચક્કર આવતા લપસી પડી જતા માંગરોળના યુવાનનું મોત નિપજ્યું હતું.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ જૂનાગઢમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ અશોક નગરમાં રહેતા મનીષ જસરથસિંહ પાલ ઉ.વ. ૨૫ નામનો યુવાન ગઈકાલે પોતાની પાસે કોક્રીટ મીક્ષર વાળો ભરેલ GJ 11 BJ ૦૬૧૫ નંબરનો ટ્રક હંકારીને જુનાગઢ તાલુકાના ઝાલણસર થી મોટી પરબડી ગામ તરફ જતા રસ્તામાં ચાલતા પુલ ખાતે આવેલ અને ત્યા કામ દરમ્યાન ટ્રક નીચે જમીન ધસી પડતા ટ્રક પલ્ટી ખાઇ ગયો હતો.આ પ્રમાણે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રક ચાલક મનીષ જસરથસિંહનું ટ્રકમાં જ મળત્યુ નિપજ્યું હતું. જેની જાણ થતા તાલુકો પોલીસે દોડી જઈને આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લાના વતની અને હાલના માંગરોળ બંદર રહેતા બાલુભાઈ વીરાભાઈ વાજા ઉ.વ. ૪૪ નામના યુવાનનું ગઈકાલે બોટના બાથરૂમમાં ચક્કર આવતા લપસી પડી જતા કોઈ પણ કારણોસર મળત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે નિલેષભાઈ બચુભાઈ વાજાનું નિવેદન લઇ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.(૪.૪)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
