<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો

લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકોને ઠંડકમાં રાહત મળી

 

રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. અને લઘુતમ તાપમનનો પારો ઉંચે ચડતા લોકોને ઠંડીમાં રાહત મળી છે.

આ કચ્‍છના નલીયામાં ૧૦ ડીગ્રી, ગિરનાર પર્વત ઉપર ૧૦.૮, રાજકોટમાં ૧પ.૮, ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.

ગઈકાલે જુનાગઢ સહિત સોરઠમાં ઠંડી વધી હતી અને આજે તાપમાનમાં વધારો થતા ઠંડીમાં રાહત અનુભવાય હતી.

ગિરનાર પર્વત પર ગઈકાલે ૯.૮ ડિગ્રી ઠંડી રહ્યા બાદ આજે સવારે એક ડિગ્રી તાપમાન વધતા ઠંડી ઘટીને ૧૦.૮ ડિગ્રી થઈ ગઈ હતી. જુનાગઢ શહેરમાં પણ લઘુતમ તાપમાન વધીને ૧૫.૮ ડિગ્રી નોંધાતા ઠંડીમાં ઘટાડો થયો હતો.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત બીજા દિવસે પણ ૭૪ ટકા રહ્યું હતું. પરંતુ પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૧.૯ કિલોમીટરની થઈ ગઈ હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર દ્વારા મળેલ તાપમાન મુજબ લઘુતમ તાપમાન ૧૬.પ, મહત્તમ ૩૦.પ ભેજ ૮૧ ટકા અને પવનની ગતિ ૩ કિ. મી. પ્રતિ કલાક રહી હતી. (પ-૧૧)

કયાં કેટલુ તાપમાન

શહેર                લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત       ૧૦.૮ ડીગ્રી

અમદાવાદ           ૧૬.પ ડીગ્રી

અમરેલી              ૧પ.૪ ડીગ્રી

બરોડા        ૧ર.૬ ડીગ્રી

ભાવનગર            ૧૭.૮ ડીગ્રી

ભુજ           ૧૬.૦ ડીગ્રી

દમણ         ૧૭.૨ ડીગ્રી

ડીસા          ૧૬.૪ ડીગ્રી

દીવ          ૧૫.૬ ડીગ્રી

દ્વારકા         ૧૯.૬ ડીગ્રી

ગાંધીનગર           ૧૫.૫ ડીગ્રી

કંડલા         ૧૭.પ ડીગ્રી

નલિયા               ૧૦.૦ ડીગ્રી

ઓખા         ર૧.૫ ડીગ્રી

પોરબંદર             ૧૭.ર  ડીગ્રી

રાજકોટ               ૧૫.૮ ડીગ્રી

સુરત         ૧૭.૬ ડીગ્રી

વેરાવળ              ૧૯.૩ ડીગ્રી

જામનગર             ૧૬.પ ડીગ્રી

(10:55 AM IST)