News of Tuesday, 2nd December 2025
જીકીયારી ગામે અવરજવરનો રસ્તો બંધ કરી મામતલદારના હુકમનો અનાદર કરનાર બે વિરુદ્ધ ફરિયાદ.
માર્ગ ખુલ્લો કરવા અને રસ્તાની જગ્યામાં કોઈપણ અવરોધ, અંતરાય કે અટકાયત ઉભી ના કરવા કાયમી હુકમ કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના જીકીયારી ગામે અવરજવર માટેનો રસ્તો ખુલ્લો કરવા અને કોઇપણ અવરોધ ઉભો ના કરવા કાયમી હુકમ કરવામાં આવ્યા છતાં બે શખ્શોએ અવરજવર કરવા ના દઈને મામલતદારના હુકમનું પાલન નહિ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબી તાલુકાના જીકીયારી ગામે રહેતા જયંતીભાઈ શંકરભાઈ બાવરવાએ આરોપીઓ ભૂદર ત્રિભોવનભાઈ બાવરવા અને ભાવેશ ભુદરભાઈ બાવરવા રહે બંને ઝીકીયારી વાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ફરિયાદીની જમીન સર્વે નં ૧૦૨ પૈકી ૨ વાળા ખેતરમાં અવરજવર માટે ગાડા મારગ આરોપીની જમીન સર્વે નં ૧૦૨ પૈકી ૧ માંથી પસાર થતો હોવા છતાં આરોપીઓ ચાલવા દેતા ના હોવાથી ફરિયાદીએ મામલતદાર મોરબી તાલુકા સમક્ષ મામ. કોર્ટ કેસ નં ૦૬/૨૦૨૧ કરતા મામતલદાર મોરબી તાલુકા દ્વારા તા. ૨૧-૦૬-૨૦૨૧ ના રોજ ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર, સાતી, સંચ, ગાડા વિગેરેને અવરજવર કરી સકે તેવો માર્ગ ખુલ્લો કરવા અને રસ્તાની જગ્યામાં કોઈપણ અવરોધ, અંતરાય કે અટકાયત ઉભી ના કરવા કાયમી હુકમ કર્યો છે.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
