<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા લઘુ વિભાગ દ્વારા જાગૃતતા રેલી યોજાઈ.

રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા લઘુ વિભાગ દ્વારા જાગૃતતા રેલી યોજવામાં આવી હતી. આ રેલીનો પ્રારંભ મોરબી ટ્રાફિક પી.એસ.આઈ. ડી.બી.ઠક્કરના હસ્તે કરવામાં આવ્યો હતો. આ રેલી નવા બસ સ્ટેશનથી મહાનગરપાલિકા સુધી યોજવામાં આવી હતી. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

(10:55 PM IST)