<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ગોંડલમાં આજે મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાર કેન્દ્રોમાં બંધ

જામવાડી, બીલીયાળા, તાલુકા સંઘ અને કોલીથડ કેન્દ્રોમાં આજે ટેકાના ભાવે ખરીદી નહીં થાય.

ગોંડલમાં આજે મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાર કેન્દ્રોમાં બંધ રાખવામાં આવી છે. જામવાડી, બીલીયાળા, તાલુકા સંઘ અને કોલીથડ કેન્દ્રોમાં આજે ટેકાના ભાવે ખરીદી નહીં થાય. સંચાલકોનો આક્ષેપ છે કે જીગીશા પટેલ મગફળી કેન્દ્રોમાં ખોટી રીતે દખલગીરી કરતા હોવાથી તેમના વિરોધમાં ખરીદી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ અચાનક બંધથી ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ છે અને હાલ પરિસ્થિતિ અંગે ચર્ચા ચાલી રહી છે.

(2:50 PM IST)