તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
સાયલા નજીક ડમ્પરે ગોંડલ તાલુકાની બાળકીને કચડી નાખી
સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બે બનાવમાં ૧ નું મોતઃ પાંચને ઇજા

વઢવાણ તા.૧: માર્ગ અકસ્માતના બે બનાવમાં એક બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે પાંચ વ્યક્તિને ઇજા પહોંચી છે. સાયલા-સુદામડા રોડ પર ડમ્પરે ગોંડલ તાલુકાની બાળકીને કચડી નાખતા મોત નીપજ્યું છે. જ્યારે લીંબડી-રાજકોટ હાઈવે પર લદાણા નજીક ટ્રક-આઈશર વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિ ઇજા પહોંચી હતી.
સાયલા-સુદામડા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં સાડા ત્રણ વર્ષની બાળકી આશાબેન કિશનભાઇ વાઘેલા (રહે. કેશવાળા, તા ગોંડલ) પરિવાર સાથે ઉભી હતી ત્યારે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતક બાળકી પોતાના પરિવાર સાથે સાયલા તાલુકામાં મારવાળા મેલડી માના દર્શન કરવા આવી હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. સાયલા પોલીસ સ્થળ પર પહોંચી બાળકીના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે સુદામડાની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
