<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ધોરાજી પૂર્વ ધારાસભ્‍ય વસોયા મેવાણીના સમર્થનમાં

(કીશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ તા.૧: ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્‍ય અને સૌરાષ્‍ટ્ર ના લડાયક નેતા લલિત વસોયા એ દારૂ અને ડ્રગ્‍સ મુદે જીગ્નેશ મેવાણી ના નિવેદન ને સમર્થન આપી ગુજરાતમાં છૂટ થી મળતા દારૂ અને ડ્રગ્‍સ મુદે સરકાર પર પ્રહાર કરવાની સાથે સમાજ ની ચિંતા વ્‍યક્‍ત કરી હતી.

લલિત વસોયા એ જીગ્નેશ મેવાણી ના નિવેદન ને સમર્થન આપી જણાવેલ કે દારૂ અને ડ્રગ્‍સ ની બદી સામે માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ગુજરાતના યુવાધન ને બરબાદ થતું અટકાવવું એ સમગ્ર ગુજરાતની જનતા ની જવાબદારી અને લડાઈ છે. વિવિધ સમાજના બની બેઠેલા આગેવાનો

સરકાર કે પોલીસ સામે એક હરફ ઉચ્‍ચારતા નથી. તેમણે સરકાર કે પોલીસ તંત્ર નો ભય રાખ્‍યા વિના સમાજના યુવાધન ને બચાવવા આગળ આવવું પડશે અવાજ ઉઠાવવો પડશે. દરેક સમાજના ત્રીસ ટકા યુવાનો નશાની બરબાદી તરફ ધકેલાઈ ગયા છે.

ત્‍યારે સામાજિક આગેવાનો, કલાકારો , લોક સાહિત્‍યકારો, પત્રકારો આ તમામ સામાજિક શ્રેષ્ઠીઓ એ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્‍સ સામેની લડત માટે આગળ આવવું પડશે.

જીગ્નેશ મેવાણી જેવો યુવાન જ્‍યારે ગુજરાતના યુવાધન ને નશાની ચુંગાલમાંથી માંથી બચાવવા તેમજ સરકાર અને પોલીસ તંત્રને પડકાર આપી રહયા છે ત્‍યારે તેને સહકાર આપવા આગળ વધવું પડશે.

ગુજરાતમાં દરેક શહેર કે ગામડાં કે શેરીઓમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. જે બાબત સમગ્ર ગુજરાતના દરેક નાગરિકો જાણે છે. મેવાણી ના નિવેદન ને સોશિયલ મીડિયા પર સમર્થન મળી રહ્યું છે. તે પ્રકારે આ લડાઈ માં તમામ ગુજરાતી સહકાર આપે તેવી અપીલ કરી હતી. 

(11:48 AM IST)