News of Monday, 1st December 2025
પોરબંદરના મોડદરના વર્ષો જુના રોડ પ્રશ્નનો મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં કાયમી નિકાલ
ઓનલાઇન સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખેડુતોની વ્યથા સાંભળીને રસ્તા અને પુલના કામ માટે ૯ કરોડની સૈધ્ધાંતીક મંજુરી આપી : નવા રસ્તા અને પુલ બનાવવાની મંજુરીથી પસવારી-મોડદર વચ્ચે ખેડુતોને ખેતર જવા ટુંકો રસ્તો તથા શાળાએ જતા વિદ્યાર્થીઓને કુતિયાણા ૮ કીલોમીટર નજીક થશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧ : નજીકના મોડપરના વર્ષો જુના રોડ પ્રશ્નમાં ખેડુતોને વાડીએ જવા તેમજ ગ્રામ્યજનો અને વિદ્યાર્થીઓ કામ માટે ર૦ કી.મી. ફરીને જવુ પડે છે. આ પ્રશ્ને ખેડુતોએ મુખ્યમંત્રીના ઓનલાઇન સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા મોડપરમાં ૯ કરોડના ખર્ચે નવા રસ્તા અને પુલના કામ માટે સૈધ્ધાંતીક મંજુરી આપી દીધી છે. મોડપરના રસ્તાના વર્ષો જુના પ્રશ્નનો મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં કામયમી નિકાલ થતા ખેડુતો સહિત ગ્રામ્યજનો ખુશ થઇ ગયેલ છે.
મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પોરબંદરના મોડદર ગામના લખમણભાઇ મોડદરા અન્ય ખેડૂતોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ તેમના ગામના રસ્તાનો પ્રશ્ન રજૂ કર્યો. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોને ધ્યાનથી સાંભળ્યા. ગામની રજૂઆત હતી કે તેમને કુતિયાણા પહોંચવા માટે રસ્તો અને બ્રિજ બનાવી આપવામાં આવે. મુખ્યમંત્રીને લાગ્યું કે, ગ્રામજનોનો પ્રશ્ન વાજબી છે. અને તેનાથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને અન્ય ગ્રામજનોની સુખાકારી વધશે. તેમને તરત જ રૂ. ૯ કરોડ મંજૂર કર્યા. રસ્તા અને પુલનું કામ મંજુર કરી તાત્કાલિક ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી. હવે મોડદર અને પસવારી ગામ વચ્ચે માઈનોર બ્રિજ, કલવર્ટ અને ત્રણ કિમી રસ્તાની કામગીરી શરૂ થશે. આ કા. માટે રૂા. ૯ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ગામના પ્રશ્નનું નિરાકરણ આવતા ગ્રામજનો ભાવવિભોર બન્યા છે. ખેડુત લખમણભાઇ કહ્યું અમે મુખ્યમંત્રીને મળીને ગામડે પહોંચ્યા ત્યાં ચોથા જ દિવસે સીએમ કાર્યાલયમાંથી ફોન આવ્યો કે તમારા પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે.એટલું જ નહીં પરંતુ આ કામગીરી માટે રૂપિયા નવ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે. અમારા નાના ગામ માટે આ બહુ મોટી વાત છે.
ખેડુત લક્ષ્મણભાઈ કહે છે કે છેલ્લાં અનેક વર્ષોથી ગામ લોકોની એવી લાગણી હતી કે કુતિયાણા જવા માટે રસ્તો અને બ્રિજ બને. હાલ ચારેક ગામ પાસે વટાવીને જવું પડે છે. જેનું અંતર ૨૦ કિમી છે. વળી નદીના સામા કાંઠે ૧૦૦ થી વધુ ખેડૂતોના ખેતરો છે. આ ખેતરો એ પણ ફરી ફરીને જવું પડે છે. ખેડૂતો ટૂંકા રસ્તાનો ઉપયોગ કરતા, પણ જીવ જોખમમાં મૂકાય જાય છે. ખેડુત લક્ષ્મણભાઈ કહે છે કે, ગ્રામજનો માલ ઢોર સાથે નદીમાં ઉતરી ખેતરે જતા. કયારેક તરાપાનો ઉપયોગ કરતા.જેથી ડૂબવાનો હંમેશા ભય રહે. આ સમસ્યામાંથી હવે મુક્તિ મળશે.
આ મોડપર ગામ ઘેડ વિસ્તારનું એટલે આ ગામમાં આઠ મહિના નદીમાં પાણી ભરાયેલું રહે અને ચાર મહિના જ રસ્તો ખુલ્લો રહે. ગામ લોકોએ સૌપ્રથમ આ પ્રશ્ન જિલ્લા સ્વાગતમાં રજૂ કર્યો. પોરબંદર કલેક્ટર અડચણો દૂર કરાવીને જૂનો રસ્તો ખુલ્લો કરાવ્યો. પરંતુ ગ્રામજનોની માંગણી નદી ઉપર પુલ બાંધવાની હતી. જે પ્રશ્નનો કાયમી ઉકેલ સ્વાગત કાર્યક્રમમાં થયો છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
