<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

જામનગરમાં બે માળના મકાનની છત ધરાશાયીઃ બે લોકો ઇજાગસ્‍તઃ રજીયાબેન સાટી ગંભીર

મકાનની છત ધરાશાયી થતા રજીયાબેન સાટી નીચે પડી ગયા હતા અને રહેવાસી હુસૈનભાઇ સાટી કાટમાળમાં દબાઇ ગયા હતાઃ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે ઈજાગ્રસ્‍તોને હોસ્‍પિટલે ખસેડ્‍યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧: ગત મોડી રાત્રે જામનગરમાં મોટાપીર ચોક વિસ્‍તારમાં એક જૂના અને જર્જરિત બે માળના મકાનની છત ધરાશાયી થતા બે લોકો ઇજાગ્રસ્‍ત થયા હતા જ્‍યારે રજીયાબેન સાટી નામની મહિલા ની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા છે

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં વહેલી સવારે  પોણા ચાર વાગ્‍યે કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્‍પિટલની બાજુમાં એક ગલીમાં મકાનની છત પડી ગઈ હતી. આ અંગે જાણ થતા જ ત્‍યાં ફાયર વિભાગે જઈ પાંચ વ્‍યક્‍તિને રેસ્‍કયુ કરી સહી સલામત બહાર કાઢયા હતા.  રજીયાબેન ઉંમર વર્ષ ૬૦ ને નાકના ભાગમાં ઈજા થતાં તેમને ૧૦૮ મારફત જીજી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે  આ છત પડતા હુસેનભાઇ સાટી (ઉં. ૬૦), સખીનાબેન (ઉં. ૩૨), નાયઝા (ઉં. ૩)ને સામાન્‍ય ઇજાઓ પહોંચી હતી

જામનગરમાં ગત મોડી રાત્રે આશરે ૦૩:૪૫ વાગ્‍યે આ બનાવ બન્‍યો હતો. શહેરના મોટાપીર ચોક વિસ્‍તારમાં આવેલ રંગુનવાળા હોસ્‍પિટલ નજીક સાટીવાડ વિસ્‍તારમાં રહેતા હુસૈન મુસાભાઇ સાટી (ઉંમર વર્ષઃ ૬૧) અને રજીયા અબ્‍દુલભાઇ સાટી (ઉંમર વર્ષ ૫૮) નામના બે અલગ-અલગ ભાડુઆત એક જ મકાનમાં ઉપર-નીચે રહેણાક હતા.              ત્‍યારે ગત મોડી રાત્રે ઉપરના મકાનની છત ધરાશાયી થતા રજીયાબેન સાટી નીચે પડી ગયા હતા અને રહેવાસી હુસૈનભાઇ સાટી કાટમાળમાં દબાઇ ગયા હતા.  આ બનાવની જાણ સ્‍થાનિક અગ્રણી દ્વારા તાત્‍કાલિક જામનગર ફાયર વિભાગ અને સિટી-એ ડિવિઝન પોલીસ વિભાગની જાણ કરી હતી.

ત્‍યારબાદ જામનગર ફાયર વિભાગ, સિટીએ ડિવીઝનના પી.એસ.આઇ. ડી.જી.રામાનુજ સહિત ટીમ અને સ્‍થાનિક અગ્રણી દ્વારા મકાનનાં કાટમાળ હેઠળ દબાયેલ મહિલા રજીયાબેન અને હુસૈનભાઇ બંને નો રેસ્‍કયુ કરવામાં આવ્‍યું હતું. ઇજાગસ્‍ત મહિલા રજીયાબેન અને હુસૈનભાઇ તાત્‍કાલિક સારવાર ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે સરકારી જી.જી. હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. હાલ, રજીયાબેનને માથાના ભાગમાં ઇજાઓના કારણે હાલત ગંભીર બની છે.

શહેરના આ સાટીવાડ વિસ્‍તારમાં અગાઉ તા.૧૫.૦૧.૨૦૨૫ ના રોજ હુસૈન હાસમભાઇ ખફી નામના વ્‍યક્‍તિ નો મકાનની છતનો હિસ્‍સો એકાએક ધારાશાઇ થતા મળત્‍યુ નીપજ્‍યું હતું. એટલે જ આ ઘટનાથી સમગ્ર વિસ્‍તારમાં ભયનો માહોલ ફેલાયો છે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)(૨.૬)

(11:18 AM IST)