તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
કાનાલુસ-ઓખા ડબલીંગ લાઈનના રૂા.૧૪૫૭ કરોડના પ્રોજેકટને અપાયેલ મંજૂરી
હાલારને કેન્દ્ર સરકાર દ્વારા આંતર માળખાગત સુવિધામાં ખૂબ જ ઉપયોગી અને મેગા રેલ્વે પ્રોજેકટની ભેટ

કેબિનેટ બેઠકમાં લેવાયેલાં નિર્ણયને સાંસદ પૂનમબેન માડમે આવકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭: દેશના વિકાસમાં સૌથી મહત્વનું પરીબળ હોય તો તે છે રોડ, રેલ્વે, હવાઈ માર્ગની આંતરમાળખાગત પરીવહન સુવિધાની પુર્તિ કરવી. રેલ્વે દ્વારા ખાસ કરીને આપણા હાલારના બન્ને જીલ્લાની વાત કરીએ તો છેલ્લા ૧૦ વર્ષમાં દેશના દરેક મોટા શહેર દેશના ત્રણેય છેવાડાના સ્થળો સુધી લાંબા અંતરની ટ્રેનો મળી છે. આ ટ્રેનોની ફીકવન્સી અને ઝડપ વધારવા અને ખર્ચ ઘટાડવા ઈલેકટ્રીફીકેશનનું નેટવર્ક વિસ્તરી રહયુ છે. જેમાં હવે તો ઓખા સુધી અને બીજી તરફ પોરબંદર સુધી ઈલેકટ્રીફીકેશન થઈ ગયું છે. પેસેન્જર ટ્રેનોની ફીકવન્સી વધારવા માટે સૌ કોઈ માંગણી કરી રહયા છે ત્યારે વધુને વધુ ટ્રેનોને દોડાવવા માટે ડબલ ટ્રેકની જરૂર પડી રહી છે. ત્યારે આપણને રાજકોટ થી કાનાલુસ અને હવે કાનાલુસ થી ઓખા સુધી રેલ્વેના ડબલ ટ્રેકના વિકાસ કામની મંજુરી મળી ગઈ છે. આ ડબલ ટ્રેકની લંબાઈ ૧૫૯ કિ.મી. છે. જેમાં સાત મેજર બ્રીજ આવે છે અને બાર સ્ટેશનોને સાંકળી લેશે. રાજકોટ થી કાનાલુસ સુધીના ડબલ ટ્રેકનું કામ લગભગ ૭૦% જેટલુ પુર્ણ થયુ છે અને આગામી જુન ૨૦૨૬ માં આ કામ પુર્ણ થવાની ધારણા છે. ત્યારે કેન્દ્ર સરકારે કાનાલુસ થી ઓખા સુધી ડબલ ટ્રેકના કામને મારી ભારપુર્વકની રજુઆતને વ્હેલાસર સફળતા મળી છે અને કેન્દ્ર સરકારે આ કામ માટે રૂા. ૧૪૫૭/ કરોડની ફાળવણી કરી છે. અર્થાત હવે આ કામ પણ ટુંક સમયમાં શરૂ થઈ જશે.
ઓખા થી દ્વારકા, દ્વારકા થી ખંભાળીયા-વાડીનાર, ખંભાળીયા થી કાનાલુસ-જામનગર સુધીના પટ્ટામાં ભારતની મહાકાય ઓઈલ રીફાઈનરીઓ તેમજ અન્ય મોટા ઉધોગોના કારણે ગુડઝ ટ્રેન, ટેન્કર ટ્રેનની વ્યાપક અવર-જવર રહે છે.માલ-સામાન-ઓઈલ-પેટ્રોલ-ડીઝલના પરીવહનને પણ મહત્વ આપવુ જ પડે છે. જેના કારણે પુરતો ટ્રાફીક મળી રહેવાની ખાત્રી હોવા છતા આપણને રાજકોટ સુધી કે અમદાવાદ ટર્મીનેટ થનારી ટ્રેનોને જામનગર-દ્વારકા- ઓખા સુધી લંબાવી શકતા નથી જેથી રાજકોટ થી ઓખા સુધી ડબલ ટ્રેકની પ્રાથમિકતા સાથે અતિ મહત્વની જરૂરીયાત હતી, જે હવે આગામી ત્રણપ્રચાર વર્ષમાં પરીપુર્ણ થશે તેવો વિશ્વાસ છે જેથી ટેન્કર/ગુડઝ ટ્રેનના અવરપ્રજવરને અસર ન થાય અને ઉલ્ટાની તેની ફીકવન્સી પણ વધે તે રીતે પેસેન્જર ટ્રેનોના ક્રોસીંગની સમસ્યા, સીંગલ ટ્રેકના કારણે ખાલી ટ્રેક નહી મળવા જેવી બાબતોના પણ છેદ ઉડી જશે. ઈલેકટ્રીફીકેશન અને ડબલ ટ્રેક થઈ જવાથી હાલારના બન્ને જીલ્લાને ટ્રેનોની મહતમ અને શ્રેષ્ઠ સુવિધાઓ મળશે તે દૃષ્ટીએ હાલારને રેલ્વે ક્ષેત્રે મળેલી આ વિકાસ કામની ભેટ ઐતિહાસીક બની રહેશે. કાનાલુસ થી દ્વારકા-ઓખા સુધીના રૂા.૧૪૫૭ કરોડના મેગા પ્રોજેકટને મંજુરી મળે છે તે માટે હાલારની જનતાનો, હાલારના જાગળત નાગરીકો અને સંસ્થાઓ વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવ જીનો આભાર સાંસદ પૂનમબેન માડમ એ આ નિવેદનમાં વ્યકત કર્યો છે.
રાજકોટ થી કાનાલુસ અને હવે કાનાલુસ થી દ્વારકા-ઓખા સુધી રેલ્વે ઈલેકટ્રીફીકેશન સાથે ડબલ ટ્રેકની સુવિધા મળવાથી આગામી ટુંક સમયમાં જ ખાસ કરીને ખાધ મીઠા ઉદ્યોગના ઉત્પાદનનું પરીવહન ઝડપી બનશે અને તેના કારણે આ ઉધોગથી આર્થિક વળધ્ધીમાં મોટો વધારો. આ ઉપરાંત ઓખા બંદર તથા સલાયા બંદરે થી રેલ્વે દ્વારા માલ પરીવહનમાં વધારો થવાથી આ બન્ને બંદરોના વિકાસ સાથે આર્થિક મજબુતીકરણ થશે. ડબલ ટ્રેકની સુવિધા મળવાથી અંદાજે પ્રતિ વર્ષ ૧૧ મીલીયન ટનનો ટ્રેઈટ ટ્રાફીક વધશે. પર્યાવરણનું સંતુલન પણ જાળવવામાં આ વિકાસ કામ અગત્યનું બની રહેશે. જેનાથી ૧૪ કરોડ કિલો જેટલા કાર્બન ડાયોકસાઈડની અસર ઘટી જશે. જે માટે કદાચ ૫૬ લાખ વળક્ષો વાવીને ઉછેરવા પડે. દર વર્ષે અંદાજે ૩ કરોડ લીટર ડીઝલની બચત થશે અને સૌથી મહત્વની બાબત એ છે કે દર વર્ષે માલ પરીવહન અને લોજીસ્ટીક ખર્ચમાં રૂા. ૩૧૧ કરોડની બચત થશે.
એકંદરે બીજા શબ્દોમાં આ ઈલેકટ્રીફીકેશનનો અને ડબલ ટ્રેકનો જંગી ખર્ચ માત્ર ગણતરીના વર્ષોમાં જ સરભર થઈ જશે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
