તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
ભાવનગર કબ્રસ્તાનની જગ્યામાં ડિમોલેશન
ધાર્મિક સ્થળ સહિત ૬૦ કરોડના ૩૦ દબાણો દૂર કરાયાઃ ૩૦૦૦ ચોમી જગ્યા ખૂલ્લી કરાઈ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૭: એસ્ટેટ વિભાગના કાફલા એ શહેરના નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પર દબાણો પર બૂલડોઝર ફેરવ્યું છે. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ, ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ ૨૫થી ૩૦ દબાણો દૂર કરવામાં આવ્યા છે .
વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પર દબાણો પર બૂલડોઝર ફર્યું છે. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ, ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ ૨૫થી ૩૦ દબાણો પર કાર્યવાહી કરાઈ છે.સીટી સર્વે દ્વારા આપવામાં આવેલી આખરી નોટિસ બાદ સીટી મામલતદાર અને ૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે ડીમોલેશન થયું હતું. આ કામગીરી દરમિયાન અંદાજે ૬૦ કરોડની ૩ હજારથી ૩,૫૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ છે.
જે દબાણો કરાયેલા હતા તે સરકારની મિલક્ત હોવાથી પાંચ જેટલા જેસીબી અને બેથી વધુ ડમ્પરો સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ અંગે કલેક્ટર મનીષકુમાર બંસલે જણાવ્યું હતું કે, નવાપરા વિસ્તારમાં અમુક કાચા પાકા દબાણો હતા એમાં શરૂઆતમાં રેવન્યુ તરફથી ૨૮ એપ્રિલ ૨૦૨૫ના દિવસે નોટિસ આપવામાં આવેલી હતી પછી જે એનો નિર્ણય છે આ ૧૪ ઓગસ્ટના કરીને દબાણ હટાવવા કીધું હતું પછી આ લોકો હાઇકોર્ટમાં ગયા હતાં. હાઈકોર્ટે જીઆરટી માટે કીધું જીઆરટીમાં એટલે કે ૧૯ ઓગસ્ટનું હાઇકોર્ટનો ઓર્ડર હતો પછી ત્રણ મહિનાનું કાઉન્ટ કરીએ તો ૧૯ નવેમ્બરે તેની મુદત પૂરી થતી હતી અને સાત દિવસનો ટાઈમ આપીને કાલે ૨૫ નવેમ્બરના દિવસે આખી મુદત પૂરી થઈ હતી. આજે ૨૬ નવેમ્બરે એસડીએમની અધ્યક્ષતામાં અને પોલીસની હાજરીમાં જે ટીમ છે એને દબાણ હટાવવાની કામગીરી બીએમસીના સહયોગથી પૂરી કરી છે.
અકવાડા મદરેસા બાદ નવાપરા કબ્રસ્તાનના દબાણો દૂર કરી મહાનગરપાલિકાએ ઓપરેશન ડિમોલેશનની કામગીરી તેજ કરી છે.(૨.૨)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
