<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

સ્‍વાતંત્ર્ય સેનાની ઝલકારીબાઇએ રાણી લક્ષ્મીબાઇ વતી લડત આપીને અંગ્રેજોને કિલ્લામાંથી ભગાડી મુકયા હતા

પોરબંદર ઘેડિયા કોળી ઠાકોર મંડળ દ્વારા કોળી સમાજના વીરાંગના ઝલકારીબાઇ જયંતીની ઉજવણીઃ વિપ્‍લોવ સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં મહત્‍વની ભૂમિકાઃ રાણી લક્ષ્મીબાઇની મહિલા સેનામાં સેવા આપી હતીઃ ૧૮૫૩માં દેશ માટે બલિદાન આપેલ

પોરબંદર જિલ્લા કોળી ઠાકોર મંડળ દ્વારા સ્‍વાતંત્ર્ય સેનાની ઝલકારીબાઇ જયંતી અવસરે પુષ્‍પાંજલી અર્પણ કરીને ઝલકારીના દેશ માટે બલિદાનને યાદ કરેલ હતા તે તસ્‍વીર   : ગ્‍લાલિયરમાં ઝલકારીબાઇની પ્રતિમાની તસવીર

પોરબંદર, તા.૨૬: પોરબંદર જિલ્લા ઠાકોર કોળી સેવા મંડળ દ્વારા ૧૮૫૭ મા થયેલા સંગ્રામ મા ઝાંસી ની રાણી લક્ષ્મી બાઈ ની હમ શકલ અને ઝાંસી માટે ેપ્રાણની આહુતિ આપનાર સ્‍વાતંત્ર સેનાની કોળી વીરાંગનાશ્રી ઝલકારી બાઈ ની જન્‍મ જયંતિ ૨૨ નવેમ્‍બરેગૂજરાત સહીત સમગ્ર દેશમાં ઉજવણીના ભાગ રૂપે તાજેતરમા પોરબંદર ં છાયા પ્‍લોટ ખાતે આવેલ શ્રી ન્‍યૂ ઘેડીયા કોળી સમાજ ની વંડી ખાતે જિલ્લા કોળી ઠાકોર મંડળ દ્વારા સ્‍વતંત્ર સેનાની કોળી વીરાંગના ઝલકારી બાઈ ની જન્‍મ જયંતિ ની ઉજવણી નું આયોજન કરાઇ હતી.

ભારત ક્રાંતિકારી નારીઓ મા જેનું નામ ગૌરવ પૂર્વક નામ લેવાય છે તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ને બધા ઓળખે છે પરંતુ તેની હમ શકલ અને ઝાંસી માટે પ્રાણની આહુતિ આપનાર ઝલ કારી બાઈ વિશે બહું ઓછા લોકો જાણે છે, યુદ્ધ કળામાં પ્રવીણ અનેરાણી લક્ષ્મીબાઈ ની સાથે ખભે ખભો મિલાવીને ઝઝુમનાર શ્રીઝલકારી બાઈ સ્‍વતંત્ર સંગ્રામ નું એક ઝળહળતું નામ છે શ્રી ઝલકા રી બાઈ મહિલા સૈનિક હતા જેમણે ૧૮૫૭મા ભારતીય વિપ્‍લોવમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી તેમણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની મહિલા સેના મા સેવા આપી હતી અને રાણીની એક અગ્રગણ્‍ય સલાહકાર નાં હોદા પર પહોંચ હતી અંગ્રેજો દ્વારા ઝાંસીની રાણી નાં કિલ્લ ની ઘે રા બંધી કરવામાં આવી ત્‍યારે તેણીએ રાણીનો વેશ ધારણ કરી લક્ષ્મ બાઈ વતી લડત આપી હતી જેન થી રાણી કિલ્લાની બહાર સુરક્ષિત રીતે ભાગી શકયા હતા

 ન્‍યૂ ઘેડીયા કોળી સમાજ વંડી ના પ્રમુખ આ શ્રી દેવાયત ભાઇ વાઢીયા નાં અઘ્‍યક્ષ પદે યોજાયેલ આ શ્રદ્ધાંજલિ  કાર્યક્રમ મા પોરબંદર જિલ્લા કોળી સમાજ ગરબી મંડળ નાં પ્રમુખ લાખાભાઈ મોકરીયા, પોરબંદર જિલ્લા કોળી ઠાકોર મંડળનાં પ્રમુખ  અરજણ ભાઇ આંત્રોલિયા,જિલ્લા કોળી સમાજ કર્મ ચારી મંડળ નાં પ્રમુખ શ્રી રામભાઇ બગીયા, જિલ્લા કોળી સમાજ નવરંગ ગરબી મંડળ નાં વિરમભાઇ મોક રિયા,ૐ સાઈ ટેકા પરબ નાં પ્રમુખ રામસી ભાઇ બામણીયા , રેલ્‍વે સ્‍ટેશન ભીમનાથ મહાદેવ મંદિર અન્ન ક્ષેત્ર નાં સેવા કર્મી  તુલસી ભાઇ મકવાણા, તળપદા કોળી સમાજ ના પ્રમુખ શ્રી રવિભાઈ મકવાણા, જિલ્લા કોળી સમાજ રત્‍ન ડો ઈશ્વરલાલ ભરડા  કોળી સમાજ શ્રેષ્ઠી  ભૂપત ભાઇ ડાભી, પ્રફુલ ભાઇ મકવાણા,  ભીખુ ભાઇ પરમાર, શ્રી મહેશ ભાઇ ભૂવા મોહન ભાઇ સોલંકી સહીત  ઉપસ્‍થિત મહાનુભાવોએ કોળી સમાજના વીરાંગના  ઝલકારીબાઇને પુષ્‍પાંજલી અર્પી હતી.

(12:14 PM IST)