News of Wednesday, 26th November 2025
ગોંડલના યુવાન પાસેથી વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી બે ટ્રક સહિતના વાહનો પડાવી લીધા
બે બેંક ખાતાના ૧૦ ચેક પણ લઇ લીધા : બગદડીયા ગામના અનીલ ધ્રાંગા તથા રાહુલ ધ્રાંગા સામે કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરીયાદ : વ્યાજે લીધેલ ૧પ લાખના ૧૬ લાખ ચુકવ્યા છતા વ્યાજખોરો દ્વારા ર૯ લાખની ઉઘરાણી

રાજકોટ, તા.,૨૬: રાજકોટ જીલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા હોય તેમ ગોંડલના યુવાન પાસેથી બે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી બે ટ્રક, બુલેટ, કાર તથા ૧૦ કોરા ચેક પડાવી લીધાની કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ ગોંડલ શિવમ સોસાયટીમાં રહેતા મુળ મોટા દડવા ગામના અને ડ્રાઇવીંગ કરતા નયનપરી પ્રતાપપરી ગોસ્વામીએ આરોપી અનીલ પ્રભાતભાઇ ધ્રાંગા તથા રાહુલ રામભાઇ ધ્રાંગા રે.બગદડીયા ગામ તા.કોટડાસાંગાણી સામે કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને મકાનની લોન ભરવા માટે રૂપિયાની જરૂર પડતા આરોપી નં. ૧ પાસેથી ફરીયાદીએ રૂપીયા ૧૪,૦૦૦, ૧૦ ટકા લેખે વ્યાજે તેમજ આરોપી નં. (ર) પાસેથી રૂા. ૧,૦૦,૦૦ ૧૦ ટકા લેખે વ્યાજે લીધેલ હોય જેના બદલામાં ફરીયાદીએ બન્ને આરોપીઓને વ્યાજ તેમજ મુદલ સહિત રૂપિયા ૧૬,૦૦,૦૦૦ ચૂકવી દીધેલ હોય તેમ છતાં આરોપી નંબર ૧ નાએ ફરીયાદી પાસેથી લીધેલ ગોંડલ એચ. ડી. એફ. સી. બેંકના ખાતાના કોરા પાંચ ચેક તથા મોટા દડવાની એસબીઆઇ બેંકના કોરા પાંચ ચેક તથા આરોપી નં. ર પાસે ફરીયાદીએ ગીરવે મુકેલ ફરીયાદીની માલીકીનું બુલેટ રજી. નં. જીજે-૦૩-ઇ.ડી. ૧ર૬૩ તથા મારૂતી ફ્રન્ટી કાર નં. જીજે-૦૩ બીએ. ૬૮પ૪ તથા ઓપોનો મોબાઇલ ફોન પરત નહી આપી ફરીયાદી પાસેથી બન્ને આરોપીએ રૂપીયા ર૯,૯૯-૦૦૦ ની પઠાણી ઉઘરાણી કરી ફોન પર તેમજ અવારવનાર રૂબરૂ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની માલીકીના ટ્રક રજી. નં. જીજે-૦૩ ની બીવાય ૦પ૩૯ તથા ટ્રક રજી. નં. જી.જે.૦૩, બી.ટી. ૭૭૯પ, વાળા બન્ને ટ્રક બળજબારીથી પડાવી લીધા હતાં.
આ ફરીયાદ અન્વયે કોટડાસાંગાણી પોલીસે ઉકત બન્ને વ્યાજખોરો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
