તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
મોરબી સ્કાય મોલની પાછળ બની રહેલા મકાનને સિલ
હાઇકોર્ટનો સ્ટે હોવા છતાં બાંધકામ ચાલુ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૬: મોરબીમાં સ્કાય મોલની પાછળના ભાગે હદાણીની વાડીમાં બની રહેલા મકાનના બાંધકામ ઉપર હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવતા મહાપાલિકાની ટીપી શાખાએ મકાનને સિલ કરી દીધું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વજેપર સર્વે નંબર ૧૧૬૬ પૈકી ૧ની જગ્યામાં એટલે કે સ્કાય મોલની પાછળના ભાગે હદાણીની વાડીમાં બની રહેલા મકાનને મહાપાલિકાની ટીપી શાખાએ સિલ કર્યું છે. મહાનગરપાલિકાના ટીપી શાખાના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ આ જગ્યાએ હાઇકોર્ટનો સ્ટે હોવા છતાં બાંધકામ ચાલુ રખાતા અધિકારીઓએ સ્થળ ઉપર જઈ સિલ કરવાની કાર્યવાહી કરી હતી.(૪૦.૨૪)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
