<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

વાંકાનેરના રાતીદેવળી-પંચાસર બાયપાસ ખુલ્લો મુકતા જીતુભાઈ સોમાણી

શહેરમાં માર્ગો ઉપર સર્જાતો ટ્રાફિકનો પ્રશ્‍ન હલ

(હિતેશ ચંદારણા દ્વારા) વાંકાનેર ,તા.૨૬: વાંકાનેર બાયપાસ રાતીદેવળી રોડ પર આવેલ પુલ વાંકાનેર ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણીના હસ્‍તે ખુલ્લો મુકી મો મીઠા કરવામાં આવેલ હતા.

જેથી વાકાંનેર શહેર તેમજ તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારનાં લોકોને આવવા જવા માટે હવે ખુબ જ સરળ બનેલ છે.

આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકા ઉપર પ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કાઉન્‍સિલર રમેશભાઈ વોરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ જેપાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દેવજીભાઈ કુણપરા, કાઉન્‍સિલર અંકિતભાઈ નંદાસણીયા, બ્રિજરાજસિંહ ઝાલા, જીજ્ઞેશભાભઈ નાગ્રેચા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ મેઘાણી, રાજભાઈ સોમાણી, જેન્‍તીભાઈ મદ્રેસણીયા, ભરતભાઈ પટેલ, નવીનભાઈ વોરા સહિત બહોળી સંખ્‍યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(10:08 AM IST)