<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

કપાસની આડમા લીલા ગાંજાનું વાવેતરઃ ર.૭૯ કરોડના છોડ જપ્‍ત

સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં : રાજેશ ઉર્ફે રાજુ ભુપતભાઇ ખવડ રહે, ખીટલા તા.સાયલા વાળાએ ખીટલા ગામની પામર નામની સીમમાં પોતાના કબજા ભોગવટાની વાડીમાં વાવેતર કર્યું હતુ : આરોપીની પૂછપરછઃ સુરેન્‍દ્રનગર એસઓજી ટીમની કાર્યવાહી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ/રાજકોટ, તા. રપ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં  લીલાગાંજાનુ વાવેતર કરેલ વાડીમાથી છોડ નંગ-૧૮૦ વજન ૫૫૯ કિલો ૭૦૦ ગ્રામ

કી.રૂ. ૨,૭૯,૮૫,૦૦૦ સાથે એક ઇસમને એસ.ઓ.જી.સુરેન્‍દ્રનગર ટીમે ઝડપી પાડ્‍યો છે

અશોકકુમાર યાદવ ((IPS) પોલીસ મહાનિરિક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓની સુચના મુજબ તેમજ શ્રી પ્રેમસુખ ડેલૂ (IPS) પોલીસ અધિક્ષક સુરેન્‍દ્રનગરનાઓએ સુરેન્‍દ્રનગર જીલ્લામાં એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવ્રુતી નેસ્‍ત તાબુદ કરવા માટેની માગૅદશૅન આપેલ હોય.

 જે અનુસંધાને PSI આર.જે.ગોહિલને બાતમી મળેલ કે રાજેશ ઉર્ફે રાજુ ભુપતભાઇ ખવડ રહે, ખીટલા તા.સાયલા વાળાએ ખીટલા ગામની પામર નામની સીમમાં પોતાના કબજા ભોગવટાની વાડીમાં કપાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે પાસ-પરમીટ વગર લીલાગાંજાના છોડનુ વાવેતર કરેલ છે જે અંગે રેઇડ કરી લીલા ગાજાના છોડ નંગ-૧૮૦, વજન ૫૫૯ કિલો ૭૦૦ ગ્રામ કિ.રૂ.૨,૭૯,૮૫,૦૦૦/-નો મુદામાલનો સાથે આરોપીને જડપી પાડી ધોરણસર અટક કરી ધજાળા પોલીસ સ્‍ટેશન ખાતે ગુનો રજીસ્‍ટર કરાવેલ છે.

આ કામગીરી PI બી.એચ.શીંગરખીયા, PSI એન.એ.રાયમા, PSI આર.જે.ગોહિલ, ASI અનિરૂધ્‍ધસિંહ મહિપતસિંહ, ણ્‍ઘ્‍ અશ્વિનભાઇ ઠારણભાઇ, ણ્‍ઘ્‍ અનિરૂધ્‍ધસિંહ અભેસંગભાઇ ખેર, ણ્‍ઘ્‍ અમરકુમાર કનુભા, PC અનિરૂધ્‍ધસિંહ ભરતસિંહ ઝાલા, PC ફુલદિપસિંહ સામંતસિંહ ગોહીલ, PC સાહીલભાઇ મહમદભાઈ સેલત ભ્‍ઘ્‍ મીતભાઇ મુજપરા, PC બલભદ્રસિંહ નરેન્‍દ્રસિંહ રાણા,PCનિતીનભાઇ હરેશભાઈ ગોહિલે કરી છે. 

(11:15 AM IST)