News of Wednesday, 26th November 2025
કચ્છમાં ૧૫૦૦ ફુટની ઉંચાઇએથી કુદવાની મહિલા એનસીસી કેડેટસની તાલીમ
પ્રથમ વાર કચ્છના NCC ના ૩ કેડેટ્સે પેરાશેઈલિંગની તાલીમ મેળવીઃ જામનગર ગ્રુપ હેડક્વાર્ટરના નેજા હેઠળ આગ્રામાં તાલીમ કેમ્પઃ પેરાજમ્પિંગમાં AN 32 હવાઈ જહાજ દ્વારા તાલીમમાં ભુજના ૩૬ એનસીસી બટાલિયનનાં કેડેટ ઓઢેજા અમાનત અને ૫ નેવલ યુનિટની કેડેટ જયશ્રી તથા ગાંધીધામનાં ૬ નેવલ યુનિટની કેડેટ હેમા શર્માએ તાલીમ લીધી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬: એનસીસીમાં સાહસિકતા, સતર્કતા શિસ્ત અને નેતળત્વના ગુણો વિકસાવવાના ભાગરૂપે તાજેતરમાં જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સ અંતર્ગતના આર્મી તથા નેવી એનસીસી કેડેટ્સ દ્વારા સૌપ્રથમ વખત આગ્રામાં આર્મી પેરા ટ્રેનિંગ સ્કૂલમાં પેરાશેઇલિંગની રોમાંચક તાલીમ લેવામાં આવી હતી. પેરાજમ્પિંગમાં AN 32 હવાઈ જહાજ દ્વારા ૧૫૦૦ ફૂટની ઊંચાઈએથી કૂદવાની આ તાલીમમાં ભુજના ૩૬ એનસીસી બટાલિયનનાં કેડેટ ઓઢેજા અમાનત અને ૫ નેવલ યુનિટની કેડેટ જયશ્રી તથા ગાંધીધામનાં ૬ નેવલ યુનિટની કેડેટ હેમા શર્માએ ૪ નવેમ્બર થી ૨૪ નવેમ્બર ૨૦૨૫ સુધી તાલીમ લીધી હતી. યુવાનોમાં સાહસિકતા વિકસે તે માટે આ આયોજન કરાયું હતું. આવા રોમાંચક આયોજનો વિદ્યાર્થીઓને NCC માં જોડાવવા પ્રેરિત કરે છે.(૨.૩)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
