તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
ચોટીલા હાઈવે પર ATM લૂંટનો પ્લાન નિષ્ફળ બનાવાયો : 5 આરોપીઓને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપ્યા
આખું કાવતરું એક સાળા બનેવીએ બિહારના શખ્સો સાથે મળીને ઘડ્યું: પોલીસે સ્થળ પરથી ATM તોડવાના સાધનો સહિત કુલ ₹2.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા હાઈવે પર એક મોટું ગુનાખોર કાવતરું પોલીસની સતર્કતાથી નિષ્ફળ બન્યું. ATM લૂંટને અંજામ આપવા નીકળેલા 5 આરોપીઓને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ SBIના ATMને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લૂંટ પૂર્ણ થાય તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ આખું કાવતરું એક સાળા બનેવીએ બિહારના શખ્સો સાથે મળીને ઘડ્યું હતું. તેઓ ATM તોડવા માટે ખાસ સાધનો સાથે આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ATM તોડવાના સાધનો સહિત કુલ ₹2.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
