<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

જુનાગઢ સી ડીવીઝન પોલીસે જુદા જુદા ગુન્‍હામાં ૩ ફરાર આરોપીને ઝડપી લીધા

(વિનુ જોશીદ્વારા)  જુનાગઢઃ તા.રપ,   રેન્‍જના પોલીસ મહાનીરીક્ષક  નિલેશ જાજડીયા તેમજ જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક   સુબોધ ઓડેદરાનાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક  હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ અત્રેના જીલ્લાના પો.સ્‍ટે.ના નોંધાયેલા ગુન્‍હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અનુસંધાની સી ડીવીજન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેક્‍ટર  એ.બી.ગોહીલ સા.ની સુચના આધારે ગુ.ર.ન.૧૧૨૦૩૦૦૪૨૫૦૫૫૫/૨૦૨૫ ભારતીય ન્‍યાય સહિતા અધિનીયમ-૨૦૨૩ ની કલમ ૩૦૮(૫), ૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૩), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦ જી.પી.એકટ ક.૧૩૫ મુજબનાં ગુન્‍હાના ના કામના આરોપીઓ ગુન્‍હો કરી રાજકોટ ખાતે ભાગી ગયેલ છે અને પોલીસ પકડથી દુર હોય દરમ્‍યાન સર્વલન્‍સ સ્‍ટાફના પો.કોન્‍સ દિનેશભાઇ રામભાઇ જીલડીયા તથા કરણસિહ ઝણકાત નાઓને સંયુકતમાં બાતમી હકીકત મળેલ કે આ કામનાનો આરોપી આદીલ રજાકભાઈ સોલંકી રહે-દોલતપરા વાળો હાલ રાજકોટ છે.જે હકીકત આધારે પો.કોન્‍સ દિનેશભાઇ રામભાઈ જીલડીયા તથા કરણસિહ ઝણકાત નાઓની એક ટીમ બનાવી રાજકોટ ખાતે તપાસ કરતા ઉપરોકત ગુન્‍હાના કામનો આરોપી રાજકોટથી મળી આવેલ જે આરોપીને પકડી અત્રેના પો.સ્‍ટે.લાવી ધોરણસર અતક કરેલ છે. આ કામગીરી જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેક્‍ટર  એ.બી.ગોહીલ તથા પો.સબ.ઇન્‍સ આર.એમ.વાળા તથા એચ.બી.ચૌહાણ તથા પો.હેડ કોન્‍સ. કે.ડી.ઝણકાત તથા પો.કોન્‍સ. સંજયભાઇ ચૌહાણ તથા પો.કોન્‍સ દિનેશભાઇ જીલડીયા તથા નિલેષભાઇ નંદાણીયા તથા જુવાનભાઈ લાખણોત્રા વિગેરે પો.સ્‍ટાફે કરેલ છે.

(12:26 PM IST)