તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
સાવરકુંડલામા પૂ.મોરારીબાપુની ઉપસ્થિતિમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૫મું જ્ઞાનસત્ર
શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન, સાવરકુંડલાના યજમાન પદે તારીખ - ૧૯, ૨૦, ૨૧, ડિસેમ્બર-૨૦૨૫ યોજાશે : ટ્રસ્ટી રઘુવીર ચૌધરી,વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના આદ્યપ્રણેતા તેમજ જાણીતા સાહિત્યકાર રતિલાલ બોરિસાગર ઉદ્દબોધન કરશે

રાજકોટ તા.૨૧: ગુજરાતી સાહિત્ય પરિષદની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની અજોડ ઘટના સમુ ૩૫મું જ્ઞાનસત્ર આગામી ૧૯-૨૦-૨૧. ડિસેમ્બર, ૨૦૨૫ના દિવસોમાં સાવરકુંડલાની કળા, સાહિત્ય અને આરોગ્ય ક્ષેત્રે અંગ્રેસર એવી સંસ્થા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલામાં યોજાનાર છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગત ડિસેમ્બરમાં મહુવા ખાતે યોજાયેલ જ્ઞાનસત્ર જેવી જ નવી નવી બેઠકોનું આ જ્ઞાનસત્રમાં આયોજન થયું છે.
ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર શ્રેષ્ઠ વક્તાઓ અને ઉત્તમ શ્રોતાઓના સંગમની ઉજ્જવળ પરંપરા ધરાવે છે. તા.૧૯-૧૨-૨૦૨૫ને સવારે ૧૦.૩૦ કલાકે ‘જય જય ગરવી ગુજરાત'ગાનથી પ્રારંભ થયા બાદ યજમાન સંસ્થાના ટ્રસ્ટી હરેશ મહેતા દ્વારા આવકાર અપાશે અને તે પછી યજમાનસંસ્થાનો પરિચય ણવ પંડ્યા આપશે.
પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ વાર્ષિક પ્રવળત્તિઓનો અહેવાલ રજૂ કરશે અને ત્યારબાદ પૂ. મોરારીબાપુ આશિર્વચન આપશે. ટ્રસ્ટી રઘુવીર ચૌધરી, વિદ્યાગુરુ ફાઉન્ડેશનના આદ્યપ્રણેતા તેમજ જાણીતા સાહિત્યકાર રતિલાલ બોરિસાગર પ્રાસંગિક ઉદ્દબોધન કરશે. તે પછી પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીનું પ્રમુખીય વક્તવ્ય યોજાશે. અને બેઠકને છેલ્લે પરિષદના ઉપપ્રમુખ રાજન ભટ્ટ આભાર સાથે ઉદ્દઘાટન બેઠક પૂર્ણ થશે.
ભોજન વિરામ બાદ તરત ૨.૦૦ કલાકે પ્રથમ બેઠક - સાહિત્ય સ્વરૂપ : નિબંધની શરૂ થશે. જેના અધ્યક્ષ ગુલામમોહમ્મદ શેખ રહેશે અને ભારતી રાણે, મહેન્દ્રસિંહ પરમાર અને મયુર ખાવડુના વક્તવ્યો રહેશે. આ બેઠકનું સંચાલન પ્રસારમંત્રી સંધ્યા ભટ્ટ કરશે.
બીજી બેઠક ‘સર્જક' વિશેષ (૧) શીર્ષકથી હશે જેમાં રઘુવીર ચૌધરી અધ્યક્ષસ્થાને રહેશે. અને દિલીપ ઝવેરી વિશે ઉદયન ઠક્કર વક્તવ્ય આપશે. વીનેશ અંતાણી વિશે મીનલ દવે વક્તવ્ય આપશે. સૌમ્ય જોશી વિશે બકુલ ટેલર વક્તવ્ય આપશે. આ બેઠકનું સંચાલન સ્વાધ્યાયપીઠ મંત્રી સેજલ શાહ કરશે. કરશે.
પછીની બેઠક સાંજે ૫.૩૦થી ૭.૩૦ કલાકે ‘કવિસંધ્યા'ની રહેશે જેનું સંકલન વસંત જોશી કરશે. તા.૧૯-૧૨-૨૫ને રાત્રે ૯.૦૦ કલાકે યજમાન સંસ્થા દ્વારા સાંસ્કળતિક કાર્યક્રમની પ્રસ્તુતિ થશે. જેનું સંકલન ણવ પંડ્યા કરશે.
બીજા દિવસે તા.૨૦-૧૨-૨૦૨૫ને શનિવારે સવારે ૯.૦૦ કલાકે ત્રીજી બેઠક ‘‘જાનવાદી-કવિતા'' યોજાશે જેના અધ્યક્ષ વસંત ગઢવી રહેશે અને ઝવેરચંદ મેઘાણી વિશે રાજેશ પંડ્યા, વિજયદાન દેથા વિશે માલચંદ તિવારી, નઝરુલ ઇસ્લામ વિશે રિમી વાઘેલા વાત કરશે. આ બેઠકનું સંચાલન પ્રચારમંત્રી ભરત મહેતા કરશે.
ચોથી બેઠક સવારે ૧૧-૦૦ કલાકે ‘સર્જન-ભાવન-અનુવાદ સાક્ષાત્કાર'ના નામથી યોજાશે જેમાં શરીફા વીજળીવાળા, સંજય ભાવે શ્રોતાઓ સાથે સાક્ષાત્કાર કરશે અને પોતાના જીવનકવન વિશે વાત કરશે. આ બેઠકનું સંકલન બિન્દુ ભટ્ટ કરશે.
ભોજન વિરામ બાદ પાંચમી બેઠક ‘સાહિત્યનું સરવૈયું-૧' (૨૦૨૪) બપોરે ૧.૩૦ કલાકે શરૂ થશે જેના અધ્યક્ષ રમણ સોની રહેશે. જેમાં કવિતા વિશે દીપક રાવલ, ટૂંકી વાર્તા વિશે રાઘવ ભરવાડ, નવલકથા વિશે ચાર્વી ભટ્ટ, નિબંધ વિશે નીતિન ભીંગરાડિયા, નાટક વિશે કપિલદેવ શુક્લ વાત કરશે. આ બેઠકનું સંચાલન ગ્રંથાલયમંત્રી રૂપા શેઠ કરશે.
છઠ્ઠી બેઠક ‘સાહિત્યનું સરવૈયું-૨ (૨૦૨૪) છે જેમાં વિવેચન વિશે પિનાકિની પંડ્યા, ચરિત્ર વિશે શક્તિસિંહ પરમાર, સંપાદન હિતેશ પંડયા, અનુવાદ વિશે રમણીક અગ્રાવત, બાળસાહિત્ય વિશે મનહર શુક્લ વક્તવ્ય આપશે. આ બેઠકનું સંકલન કોષાધ્યક્ષ સંજય ચૌધરી કરશે.
ભોજન વિરામ બાદ રાત્રી બેઠક અંતર્ગત ઉત્કર્ષ મજમુદાર અને હેતલ મોદી જૂની રંગભૂમિના ગીતોની પ્રસ્તુતી કરશે.
તા.૨૧-૧૨-૨૦૨૫ને રવિવારની સવારે ૮.૩૦ કલાકે ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિની મિટિંગ યોજાશે. ત્યારબાદ તરત સાતમી બેઠક ‘સર્જક વિશેષ'(૨) રહેશે જેના અધ્યક્ષસ્થાને મનસુખ સલ્લા રહેશે. અને રતિલાલ બોરિસાગર વિશે ઉર્વીશ કોઠારી, નાનાભાઈ જેબલિયા વિશે કેસર મકવાણા અને ભરત વિંઝુડા વિશે વિવેક ટેલર વક્તવ્ય આપશે.
જ્ઞાનસત્રની સમાપન બેઠકમાં પરિષદના ટ્રસ્ટી હર્ષ બ્રહ્મ ભટ્ટ, પ્રમુખ હર્ષદ ત્રિવેદી ઉદ્દબોધન કરશે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ ઉદ્દબોધન કરશે. સમાપન બેઠકનું સંચાલન મહામંત્રી સમીર ભટ્ટ કરશે.
પરિષદના આ જ્ઞાનસત્રમાં વધુમાં વધુ સાહિત્ય રસિકોને જોડાવા માટે પ્રમુખ હર્ષદ ત્રિવેદી અને પરિષદના સમગ્ર હોદ્દેદારોને અપીલ કરી છે. તેમ મહામંત્રી સમીરભાઈ ભટ્ટ (મો.૯૭૨૭ ૯૬૫૦૦૯) ની યાદીમાં જણાવાયું છે.
ગુજરાતી સાહિત્ય પરીષદના ૩પમાં જ્ઞાનસત્રની રૂપરેખા
રાજકોટ તા., ર૧: ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૫મું જ્ઞાનસત્ર શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા, જિલ્લો- અમરેલ ના યજમાન પદે તારીખ - ૧૯, ૨૦, ૨૧, ડિસેમ્બર-૨૦૨૫ યોજાશે જેની રૂપરેખા નીચે મુજબ છે.
તારીખ ૧૯-૧૨-૨૫, શુક્રવાર સવારે ૧૦-૩૦થી ૧૨-૩૦
ઉદઘાટન બેઠક
પ્રારંભઃ : જય જય ગરવી ગુજરાત
આવકાર : હરેશ મહેતા. ટ્રસ્ટીશ્રી, વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા
યજમાન સંસ્થા પરિચય : પ્રણવ પંડ્યા
પરિષદ પ્રવળત્તિ અહેવાલ : સમીર ભટ્ટ
પ્રાસંગિક ઉદ્દબોધન રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, પૂજ્ય મોરારિબાપુ
પરિષદ પ્રમુખનું ઉદ્દબોધનઃ હર્ષદ ત્રિવેદી
આભારવિધિ : રાજન ભટ્ટ
ભોજન વિરામ : ૧૨-૩૦થી ૨-૦૦
તારીખ ૧૯-૧૨-૨૫, શુક્રવાર બપોરે ૨-૦૦થી ૩-૩૦
પ્રથમ બેઠક
સાહિત્ય સ્વરૂપ : નિબંધ
અધ્યક્ષ :ગુલામમોહમ્મદ શેખ
વક્તા : ભારતી રાણે, મહેન્દ્રસિંહ પરમાર, મયુર ખાવડુ,
સંકલન : સંધ્યા ભટ્ટ
તારીખ ૧૯-૧૨-૨૫, શુક્રવાર બપોરે ૩-૩૦થી ૫-૦૦
બીજી બેઠક
સર્જક વિશેષ (૧)
અધ્યક્ષ રઘુવીર ચૌધરી
દિલીપ ઝવેરી વિશે : ઉદયન ઠક્કર
વિનેશ અંતાણી વિશે : મીનલ દવે
સૌમ્ય જોશી વિશે : બકુલ ટેલર
સંકલન : સેજલ શાહ
તારીખ ૧૯-૧૨-૨૫, શુક્રવાર સાંજે ૫-૩૦થી ૭-૩૦
કવિસંધ્યા
સંકલન : વસંત જોશી
ભોજન વિરામ સાંજે ૭-૩૦થી ૯-૦૦
તારીખ ૧૯-શુક્રવાર રાત્રે ૯-૦૦થી ૧૧-૦૦ યજમાન સંસ્થા દ્વારા સાંસ્કળતિક પ્રસ્તુતિ
સંકલન : પ્રણવ પંડયા
તારીખ ૨૦-૧૨-૨૫, શનિવાર સવારે ૯-૦૦થી ૧૧-૦૦
ત્રીજી બેઠક
જનવાદી કવિતા
અધ્યક્ષઃ વસંત ગઢવી
ઝવેરચંદ મેઘાણી વિશે : રાજેશ પંડયા
વિજયદાન દેથા વિશે : માલચંદ તિવારી
નઝરુલ ઇસ્લામ વિશે : રિમી વાઘેલા
સંકલન ભરત મહેતા
તારીખ ૨૦-૧૨-૨૫, શનિવાર સવારે ૧૧-૦૦થી ૧૨-૦૦
ચોથી બેઠક
સર્જન-ભાવન-અનુવાદ સાક્ષાત્કાર શરીફા વીજળીવાળા, સંજય ભાવે
સંકલન : બિન્દુ ભટ્ટ
ભોજન વિરામ : ૧૨.૦૦ થી ૧.૩૦
તારીખ ૨૦-૧૨-૨૫, શનિવાર બપોરે ૧-૩૦થી ૪-૦૦
પાંચમી બેઠક
સાહિત્યનું સરવૈયું- (૨૦૨૪)
અધ્યક્ષ : રમણ સોની
કવિતા : દીપક રાવલ
ટૂંકી વાર્તા રાઘવ ભરવાડ
નવલકથા ચાર્વી ભટ્ટ
નિબંધ નીતિન ભીંગરાડિયા
નાટક કપિલદેવ શુક્લ
સંકલન રૂપા શેઠ
તારીખ ૨૦-૧૨-૨૫, શનિવાર બપોરે ૪-૦૦થી ૭-૦૦
છઠ્ઠી બેઠક
સાહિત્યનું સરવૈયું - ૨ (૨૦૨૪)
વિવેચન પિનાકિની પંડ્યા
ચરિત્ર : શક્તિસિંહ પરમાર
સંપાદન :હિતેશ પંડ્યા
અનુવાદ રમણીક અગ્રાવત
બાળસાહિત્ય મનહર શુક્લ
સંકલન સંજય ચૌધરી
ભોજન વિરામ : ૭.૦૦ થી ૯.૦૦
તારીખ ૨૦-૧૨-૨૫, શનિવાર રાત્રે ૯-૦૦થી ૧૦-૦૦
જૂની રંગભૂમિના ગીતોની પ્રસ્તુતિ ઉત્કર્ષ મજમુદાર અને હેતલ મોદી
તારીખ ૨૧-૧૨-૨૫, રવિવાર સવારે ૮-૩૦થી ૯-૩૦ મધ્યસ્થ સમિતિની મિટિંગ
તારીખ ૨૧-૧૨-૨૫, રવિવાર સવારે ૧૦-૦૦થી ૧૧-૩૦
સાતમી બેઠક
સર્જક વિશેષ (૨)
અધ્યક્ષ મનસુખ સલ્લા,
રતિલાલ બોરીસાગર વિશે ઉર્વીશ કોઠારી
નાનાભાઈ જેબલિયા વિશે કેસર મકવાણા
ભરત વિંઝુડા વિશે વિવેક ટેલર
સંકલન ભિખેશ ભટ્ટ
તારીખ ૨૧-૧૨-૨૫, રવિવાર સવારે ૧૧-૩૦થી ૧-૦૦
સામાન્ય સભા અને સમાપન બેઠક
પ્રાસંગિક ઉદબોધન હર્ષ બ્રહ્મ ભટ્ટ, હર્ષદ પટેલ
પરિષદ પ્શ્રમુખનું ઉદબોધન હર્ષદ ત્રિવેદી
આભાર સમીર ભટ્ટ (મહામંત્રી)

(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
