તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
લખતર-વઢવાણ હાઇવે પર એક કાર ગટરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો

વઢવાણ, લખતર-વઢવાણ હાઇવે પર ઝમર અને કોઠારીયા ગામો વચ્ચે આવેલા રીમટેક્સ જીન પાસે અકસ્માત થયો હતો. એક હોન્ડા સિટી કારના ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રોડ કિનારે આવેલી ગટરમાં ઉતરી ગઈ હતી. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યાંથી પસાર થતા રાહદારીઓએ તાત્કાલિક કારચાલકને કારમાંથી બહાર કાઢયો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલી આપ્યો હતો.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
