તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
નોટિસ મામલે ભેંસાણના હેડ કોન્સ્ટેબલ સાથે બોલાચાલી, ઝાપટ મારી ધમકી
પોલીસ સ્ટેશન ખાતેના બનાવમાં મહિલા સહિત ૪ શખ્સ સામે કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૫: ભેસાણ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રોહીતસિંહ રામસિંહ ગઈકાલે વિસાવદર સેશન્સ કોર્ટના સમરી કેસમાં ફરીયાદી ભેસાણ તાલુકાના રાણપુરના દીનેશભાઇ ચનાભાઇ ચૌહાણને નોટીશની બજવણી કરવાની હોય જેથી નોટીશ બાબતે સમજ આપતા હતા.
તેવામા દીનેશભાઈ સાથે આવેલ લલિત ચના ચૌહાણએ ગુન્હાની તપાસ બાબતે કથીત આક્ષેપો કર્યા હતા જેથી તેઓને પોલીસ જમાદાર સમજાવતા હોય તે દરમ્યાન આ દીનેશભાઈ કેફી પીણુ પીધેલ હાલતમા હોવાનું જણાયું હતું જેથી દીનેશભાઈ વિરૂધ્ધમા પ્રોહી એક્ટ મુજબ ગુન્હો નોંધાવ્યો હતો. થોડી વાર બાદ લલીત ચનાભાઈ ચૌહાણ, રૂત્વીક લલીતભાઈ, વિશાલ લલીતભાઈ ચૌહાણ અને એક મહીલાએ ફરી વખત પોલીસ સ્ટેશન ખાતે આવી અને દીનેશભાઈને છોડી દેવા બોલાચાલી ઝગડો કરી અને દીનેશભાઈને નહી છોડો તો પોતે દવા પી જવાની ધમકી આપી હતી.
તેમજ રૂત્વીક લલીતભાઈએ પોલીસ જમાદારને ઝાપટ મારી તથા અન્ય શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી. પોલીસ સ્ટેશન ખાતેના આ બનાવને લઈને ચકચાર મચી ગઈ હતી. પોલીસે મહિલા સહિત ૪ શખ્સ સામે ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
