<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

મેંદરડા પાસે કાર તળાવમાં ખાબકતા ચંદવાણા, હડાળા ગામના યુવકનું મોત

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૫: મેંદરડા તાલુકાના ગઢાળી ગામે સોમવારે લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં વરરાજાના મિત્રો લગ્નમાં આવ્‍યા હતા. પાંચ મિત્રો કપડા લેવા માટે જીજે ૦૧ એચયુ ૩૮૧૧ નંબરની કારમાં બેસીને ગઢાળીથી અમરાપુર ચાંદ્રાવાડી વચ્‍ચેથી મેંદરડાના ગઢાળી ગામે લગ્નમાં જઈ રહ્યાં હતાં

તે દરમિયાન કારના ડ્રાઇવર રાજકોટ રહેતા ધૃવિક મુકેશભઇ હરસોરાએ અચાનક વળાંકમાં કારને પૂર ઝડપે ચલાવતા કાર તળાવમાં ખાબકી હતી.

આ અકસ્‍માતથી કારમાં બેઠેલા માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના  મહિપાલ અશોકભાઈ કુબાવત તેમજ બગસરા પાસેના હડાણા ગામનાં કિશન લખમણભાઈ કાવાણીનું ગંભીર ઈજા થવાથી સ્‍થળ પર જ મોત નિપજ્‍યું હતું.

જ્‍યારે કાર ચાલક ધ્રુવીકભાઈ, મૂળ ગીર સોમનાથ જિલ્‍લાના અને હાલ અમદાવાદ રહેતા વિમલ ધનસુખભાઈ રાણપરીયા તથા જયમીક મુકેશભાઈ પ્રજાપતિને ગંભીર ઈજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. ગઢાળી ગામે લગ્નના માહોલ વચ્‍ચે બે યુવાનના વાહન અકસ્‍માતને લઈને મોત નિપજતા લગ્નનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો હતો

(11:22 AM IST)