તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd November 2025
SIR કામગીરીમાં બોટાદમાં સર્વર ડાઉનની સમસ્યાના કારણે BLOમાં ભારે નારાજગી
BLOને મતદારો તરફથી અપૂરતી માહિતી, ફોર્મમાં અધૂરી વિગતો અને નેટ સર્વર ડાઉનની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો

ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કામગીરી માટે બોટાદ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આજે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન વિવિધ મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા આ કામગીરી કરવામાં આવી. હતી
આ કામગીરી દરમિયાન BLOને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મતદારો તરફથી અપૂરતી માહિતી, ફોર્મમાં અધૂરી વિગતો અને નેટ સર્વર ડાઉન જેવી સમસ્યાઓને કારણે BLOમાં નારાજગી જોવા મળી હતી.
BLOએ જણાવ્યું કે, તેમને મતદારો પાસેથી પૂરી માહિતી મળતી નથી અને ફોર્મ પણ અધૂરા ભરીને આપવામાં આવે છે. નેટ સર્વર ડાઉન રહેવાથી કામગીરીમાં અડચણ ઊભી થાય છે. તેમણે તંત્ર દ્વારા કામગીરીનું દબાણ વધુ હોવાનું પણ જણાવ્યું અને વધુ સમય આપવાની માંગ કરી જેથી તેઓ અસરકારક રીતે કામગીરી પૂર્ણ કરી શકે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
