<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કચ્છના પ્રવાસે: કંડલા એરપોર્ટ ખાતે ઊમળકાભેર આવકાર

રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા,ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના દ્વારા સ્વાગત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છના પ્રવાસે છે. ભુજ ખાતે રૂ.500 કરોડથી વધુના વિકાસકામોનું ઈ-– લોકાર્પણ તથા ઈ– ખાતમુહૂર્ત સહિત ગાંધીધામ મહાનગર પાલિકાને રૂ. 176 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કંડલા એરપોર્ટ ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા,ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડૉ. નિમાબેન આચર્ય, અગ્રણી દેવજીભાઈ વરચંદ,  મ્યુનિસિપલ કમિશ્નર મનીષ ગુરુવાણી સહિતના અગ્રણીશ્રીઓએ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીનું હ્રદયપૂર્વક સ્વાગત કર્યું હતું.

(12:02 PM IST)