<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

જુનાગઢમાં ચોરાયેલ એકટીવા ખરીદીને નિકળેલ શખ્‍સ ઝડપાઇ જતા વાહન ચોરને પણ પોલીસે ઝડપી લીધો

 

જુનાગઢ, તા., રરઃ  અત્રેના બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન, જુનાગઢ વિસ્‍તારમાં ફરીયાદી- ફોરમબેન ડો/ઓ હસમુખભાઇ દેવજીભાઇ બોરીચા રહે. જલારામ સોસાયટી વાળાની હોન્‍ડા એક્‍ટીવા મો.સા. GJ-01-PK-૯૦૯૭ કિ.રૂ. ૧૫,૦૦૦/- વાળીની કોઇ અજાણ્‍યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે  હકિકત આધારે જુનાગઢ મજેવડી દરવાજા ખાતે ઉપરોક્‍ત ચોરીમા ગયેલ  હોન્‍ડા એક્‍ટીવા મો.સા.-GJ-01-PK-૯૦૯૭ સાથે આરોપી- અસરફ અલ્લારખાભાઇ સેતા જાતે,ગામેતી ઉ.વ.-૩૩ ધંધો,ભંગાર લે-વેચ રહે. મજેવડી દરવાજા આગળ ખામધ્રોડ રોડ, ખ્‍વાજાનગર સામે સંધીપરા માહિર મેંસન વાળો મળી આવતા મજકુર આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા પોતે ચોરીની બાઇક આરોપી- દિપક સુંદરદાસ રામચંદાણી રહે. જલારામ સોસાયટી વાળા પાસેથી લિધેલ હોવાની હકિકત આધારે આરોપી નં.(૨) દિપક સુંદરદાસ રામચંદાણી જાતે, સિંધી ઉ.વ.-૪૨ ધંધો, નોકરી રહે. જુનાગઢ જલારામ સોસાયટી, નર્મદેશ્વર મહાદેવ મંદીર પાસે, તીરુપતી-ઇ એપા. બ્‍લોક-૧૦ વાળાને ગુન્‍હાના કામે અટક પકડી સદરહુ ગુન્‍હાના કામે બાઇક ચોરનાર તથા ખરીદનાર બંન્ને આરોપીઓને ધોરણસર અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરી ઉપરોક્‍ત ચોરીનો ગુન્‍હો ડિટેક્‍ટ કરવામાં આવેલ છે.

આ કામગીરી જુનાગઢ બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. જે.જે.પટેલ સાહેબ તેમજ જુનાગઢ નેત્રમ શાખાના પો.સ.ઇ. એચ.પી.મકવાણા સા. તથા બી ડીવીજન પો.સ્‍ટે.ના પોલીસ હેડ કોન્‍સ. પરેશભાઇ હુણ તથા કેશુભાઇ કરમટા તથા નરેશભાઇ શિંગરખીયા તથા પો.કોન્‍સ. મુકેશભાઇ મકવાણા તથા રઘુવીરભાઇ વાળા તથા મુળભાઇ વાંદા તથા મનીષભાઇ હુંબલ તથા રાજુભાઇ ગરચર તથા જુનાગઢ નેત્રમ શાખાના પો.કોન્‍સ. વિજયભાઇ છૈયા તથા દક્ષાબેન પરમાર નાઓએ સાથે રહીને કરેલ છે. (

(1:33 PM IST)