<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

કાલાવડના પીઠડીયામાં પાણીની ડોલમાં પડી જતાં ૧ાા વર્ષના બાળકનું મોત

 

રાજકોટ તા. ૨૨: કાલાવડ તાબેના પીઠડીયા ગામે વાડી વિસ્‍તારમાં રહી ખેત મજૂરી કરતાં રાજેશભાઇ વસુનીયાનો દિકરો મયુર (ઉ.વ.૧ાા) રમતો રમતો પાણી ભરેલી ડોલમાં પડી જતાં  ડુબી જતાં બેભાન હાલતમાં કાલાવડ અને ત્‍યાંથી રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થતાં મજૂર પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. આ અંગે કાલાવડ પોલીસને જાણ કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:33 PM IST)