તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
મોરબીમાં ગૃહકંકાસના કારણે પરપ્રાંતીય યુવાનનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત
ઉંચી માંડલ પાસે લેબર કવાર્ટરમાં પરણિતાએ ફાંસોખાઇ જીવાદોરી ટૂંકાવી

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી, તા.૨૨: મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ રેલ્વે ક્રોસિંગ પાસે ગતરાત્રિના યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો હતો પારિવારિક કલેશમાં યુવાને જિંદગીનો અંત આણ્યો હોય તેવું સામ ે આવ્યું છે.આ બાબતે પોલીસ દ્વારા એડી નોંધ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસસુત્રો તથા તપાસ અધિકારી એ.એમ.જાપડીયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે ક્રોસિંગ પાસે ગતરાત્રિના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં પસાર થતી ગાંધીધામ-બાંદ્રા ટ્રેન પસાર થઈ રહી હતી.ત્યારે રેલ્વે ટ્રેક ઉપર અચાનક એક યુવાન દોડીને આવ્યો હતો અને પાટા ઉપર માથું મૂકી દીધું હતું.જોકે ટ્રેનના ડ્રાઇવરે ટ્રેનને અટકાવવા કોશિશ કરવા છતાં ટ્રેન યુવાન સાથે અથડાઈ હતી અને આ બનાવમાં ગંભીરપણે ઇજા પામેલ યુવાનનું મોત થવાથી તેના ડેડબોડીને અત્રે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યુ હતુ.બાદમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા મળતક યુવાનની પાસેથી મળી આવેલા આધારકાર્ડ મુજબ તેનું નામ સુધીરભાઈ પ્રધાન (ઉમર ૨૯) મૂળ રહે.ઓડિશા હાલ નાઈસ સીરામીક પાસે લાલપર તા.જી.મોરબી હોવાનું સામે આવ્યું છે અને પ્રાથમિક તપાસમાં કોઈ પારિવારિક કલેશના લીધે યુવાને અંતિમ પગલું ભર્યું હોય તેવું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.બનાવ સંદર્ભે આગળની તપાસ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં
ઉંચી માંડલ પાસે આવેલ સેલ્સ પેલ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા સીતાબેન અનિલભાઈ સોલંકી ઉ.વ.૨૪એ કોઈ કારણોસર પોતાના રૂમના ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી તેમને હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મળતક પરિણીતાનો તેમના પતિ અનીલભાઈ સાથેનો લગ્ન ગાળો સાત માસનો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આપઘાતનું કારણ શોધવા તપાસ ચલાવી છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
