તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Saturday, 22nd November 2025
પોરબંદર પાસે ખનીજ દરોડાઃગેરકાયદે ખોદકામમાં વપરાયેલી ચકરડીઓ સહિત ૧.૭૦ કરોડની મશીનરી જપ્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૨: નજીકના નાગકા અને બાવળાવદર વિસ્તારમાં ગેરકાયદે ૩૮ ખનીજ ખાણો ઉપર કલેકટરના માર્ગદર્શન હેઠળ ખનીજ વિભાગની ટીમ દ્વારા આકસ્મીક ચેકીંગ હાથ ધરતા આ અલગ અલગ જગ્યાએ ખાણો ઉપર ગેરકાયદે ખોદકામમાં વપરાયેલી ચકરડીઓ જનરેટરો જેસીબી સહિત ૧.૭૦ કરોડની મશીનરી જપ્ત કરીને ખાણ માલીકો પાસેથી સ્થળ ઉપરથી અધિકારીઓએ ઓનલાઇન દંડ વસુલી કરી હતી.
માનનીય કલેક્ટરશ્રી અને ભૂસ્તર શાસ્ત્રીશ્રી ના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા મોજેઃ નાગકા અને બાવળાવદર ખાતે બાતમીના આધારે આકસ્મિક ખનીજ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. તપાસમાં જુદાજુદા લોકેશન પરથી ગેરકાયદેસર બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનન/વહન માં ઉપયોગ માં લેવાતી મશીનરી જપ્ત કરવામાં આવેલ છે.
ગેરકાયદે ખનીજ ખોદકામમાં વપરાયેલ કુલ ૨૪ ચકરડી મશીન તેમજ ૨ જનરેટર મશીન, ૩ ટ્રક, ૫ ટ્રેકટર, ૨ જેસીબી અને ૨ હિટાચી મશીનજે કુલ મળીને ૩૮ જેટલી અનાધિકળત ખનન કરતી મશીનરીઓ તંત્ર દ્વારા જપ્ત કરી અને આ સદર તપાસ દરમ્યાન કુલ ૩ ટ્રક અને ૨ ટ્રેકટર વાહનના માલિક દવારા સ્થળે દંડ ભરપાઈ કરવા સહમત હોઈ દ્વારા ઓનલાઇન દંડકીય સરકાર શ્રી ની તિજોરી માં રકમ ભરપાઈ કરાવેલ છે. તેમજ અન્ય મશીનરી સીઝ કરી ગેરકાયદેસર ખનન કરનાર જવાબદાર ઇષમો/મશીન માલિકો સામે આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. સીઝ કરેલ મુદ્દામાલની કિંમત અંદાજીત ૧.૭૦ કરોડ થવા જાય છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
