<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

ભુપેન્‍દ્રભાઈ પટેલ સોમવારે જામનગરમાં ૨૨૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ સૌરાષ્‍ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજનું લોકાર્પણ

કલેકટર કેતન ઠક્કર, કમિશનર ડી.એન મોદી, ડીડીઓ અંકિત પન્નુ, જિલ્લા પોલીસવાડા રવિ સૈનિ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના દ્વારા સમીક્ષા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સોમવારે જામનગર ખાતે આવી રહ્યા છે ત્‍યારે સૌરાષ્‍ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના છે.

આ ઉપરાંત જામનગર મહાનગર પાલિકાની પાણીની લાઈનો, સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, ભૂગર્ભ ગટરો તેમજ જિલ્લા પંચાયત તેમજ ગ્રામ હાટના વિકાસ કાર્યો ઉપરાંત સૌરાષ્‍ટ્રની સૌથી મોટી જીજી હોસ્‍પિટલના કામોના ખાતમુહુર્ત લોકાર્પણ કરવાના છે.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અંદાજિત ૬.૨૩ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુર્હુત કરવા જામનગર આવી રહ્યા છે તેઓ જે રૂટથી પસાર થવાના છે તે ઉપરાંત જ્‍યાં જાહેર સભા સંબોધન કરવાના છે તે સ્‍થળની અધિકારીઓએ મુલાકાત કરી સમીક્ષા કરી છે.

જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમની તૈયારીઓ માટે કલેકટર કેતન ઠક્કર, કમિશનર ડી.એન મોદી, ડીડીઓ અંકિત પન્નુ, જિલ્લા પોલીસવાડા રવિ સૈનિ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્‍ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી.(તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(12:12 PM IST)