<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

જસદણ પંથકની આઠ વર્ષની સગીરાની જાતીય સતામણીના કેસમાં પકડાયેલ આરોપીને આજીવન કૈદની સખ્‍ત સજા

ભોગ બનનાર બાળાએ જુબાનીમાં સમર્થન આપેલ છેઃ આરોપીને ઓળખી બતાવેલ છે

રાજકોટ, તા., રર : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના એક ગામમાં રહેતા દંપતીની આશરે ૮ વર્ષની સગીરવયની પુત્રી પોતાના ઘરે અન્‍ય બે બાળકી સાથે ઘરઆંગણે રમતી હતી અને ત્‍યારબાદ ત્રણેય બાળકીઓ કુદરતી હાજતે ગયેલ હોય તે સ્‍થળ પાસે આરોપીએ પોતાનુ બાઈક ઉભુ રાખી ભોગબનનાર બાળકીને પુછેલ કે કોની દિકરી છે તેમ કહી ભોગબનનારના ગુપ્તભાગે આંગળી નાખી દીધેલ તેવા બનાવ બાબતે જસદણ તાલુકાના વડોદ ગામના કાંતીભાઈ આલાભાઈ ચાવડા સામેનો કેસ ચાલી જતા સ્‍પેશીયલ પોકસો કોર્ટના જજ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી પોકસો એકટની કલમ-૬ મુજબ આરોપીને આજીવન સખત કેદની સજા તથા રૂા.૨૦૦૦/- નો દંડ તથા કલમ-૮ મુજબ પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦૦૦/- નો દંડ તથા કલમ-૧૨ મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૧૦૦૦/- નો દંડ તથા આઈ.પી.સી. કલમ-૩૭૬ (૧)(૨) તથા ૩૫૪(૧)(૨) ને પુરાવાર થયેલ માનવામાં આવેલ હતી. તેમજ ગુજરાત વીકટીમ કમ્‍પન્‍સેશન સ્‍કીમ અન્‍વયે ભોગબનનાર બાળકીને રૂા.૭,૦૦,૦૦૦/- નુ વળતર ચુકવવાનો આદેશ આપેલ હતો.

આ કેસ અંગેની વિગત એવી છે કે, ભોગ બનનાર બાળકી તા. ૧૮-૬-૨૦૨૧ ના રોજ પોતાના પિતાના ઘરેથી બે બાળકીઓ સાથે કુદરતી હાજતે ગયેલ હતી ત્‍યારે જાહેર રસ્‍તા ઉપર આરોપીએ તેણીની પાસે જઈ ભોગ બનનારને પુછેલ કે કોની દિકરી છે તેમ કહીને ગુપ્તભાગે આંગળી નાખેલ ત્‍યારે ભોગ બનનાર બાળકીને અસહય દુખાવો થતા રડવા લાગેલ અને ત્‍યાં અન્‍ય વ્‍યકિત આવી જતા આરોપી ભાગી ગયેલ હતો. આ બનાવ અંગે  ભોગ બનનારની માતાની ફરીયાદ નોંધીને જસદણ પોલીસ સ્‍ટેશન દવારા આરોપીની ધરપકડ કરીને કાયદાકીય તપાસ કરીને પુરતા પુરાવાઓ મેળવી પી.આઈ.શ્રી કે.જે. રાણા દવારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હતુ. આ કેસમાં ફરીયાદ પક્ષે કુલ ૧૦ સાહેદો તપાસીને ૧૪ દસ્‍તાવેજી પુરાવાઓ સરકારી વકીલશ્રી પ્રશાંત પટેલએ આ કેસના સાહેદો-પંચોને તપાસી પુરાવાઓની કળીઓ મેળવીને કેસમાં પોતાની દલીલ રજુ કરીને ફરીયાદ પક્ષનો કેસ પુરવાર કર્યો હતો.

આ કેસમાં સરકારી વકીલશ્રી પશાંત પટેલએ રજુઆત કરેલ કે, ભોગબનનાર બાળકીએ તેની જુબાની વખતે બનાવની સમગ્ર ઘટના જણાવીને આરોપીને ઓળખી બતાવેલ છે અને તે રીતે ફરીયાદીના કેસને સમર્થન આપેલ છે તેમજ ભોગ બનનારની મેડીકલ તપાસ કરનાર ડોકટરએ ભોગ બનનાર સાથે જાતીય સતામણી થયેલ બાબતને સમર્થન આપેલ છે તેમજ આરોપીએ બાળકી સાથે ગુનાહીત બળ વાપરીને આરોપીનો ગુનો કરવાનો ઈરાદો સ્‍પષ્ટ થાય છે તથા ફરીયાદી પક્ષ દ્વારા રજુ થયેલ પુરાવાઓ જોતા આરોપી વિરૂધ્‍ધ કેસ પુરવાર થતો હોય અને પોકસો એકટ જેવા ગંભીર ગુનામાં આરોપીને મહતમ સજા કરવી જોઈએ જેથી સરકારી વકીલશ્રીની દલીલો માન્‍ય રાખીને આરોપીને કસુરવાર ઠેરાવીને કોર્ટ દ્વારા ઉપર મુજબનો ચુકાદો આપેલ હતો. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. પ્રશાંત પટેલ રોકાયેલ હતા તેમજ સહાયક તરીકે રાજન ટીંબા, મુશ્‍કાન સમા રોકાયેલ હતા.

પ્રશાંતભાઇ પટેલ

સરકારી વકીલ

(1:18 PM IST)