તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
પોરબંદરમાં ગેરકાયદે બાયોડીઝલના વેચાણ પાછળ રાજકીય ઓથ ?
થોડા સમય પહેલા નાટકીય દરોડા બાદ ગેરકાયદે બાયોડીઝલનું પુનઃ ધુમ વેચાણ? : સરકારને જીએસટીની મોટી નુકસાન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૨: થોડા સમય પહેલા તંત્ર દ્વારા ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ અટકાવવા દરોડા પાડયા હતા. ત્યારપછી પુનઃ બાયોડીઝલનું ધુમ વેચાણ અને ગેરકાયદે બાયોડીઝલના વેચાણ પાછળ રાજકીય ઓથની ચર્ચા ઉઠી છે.
બાયોડીઝલ માફિયાઓ બેફામ બન્યા છે. થોડા સમય પહેલા જવાબદારોએ ે દેખાડવા ખાતર ગેરકાયદેસર બાયોડીઝલ નો જથ્થો પકડી કાર્યવાહી કરી પરંતુ બાયોડીઝલ વેચવાની પ્રવળત્તિ હજુ ચાલુ હોવાની ચર્ચા છે. રાજકીય ઓથ ધરાવતા આગેવાનો દ્વારા જ બિન્દાસ્ત બાયોડીઝલ વેચવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. તેવું ચર્ચિત છે. બાયોડીઝલનું વેચાણ કરતા મોટામાથાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
જીલ્લામાં રાજકીય ઓથ નીચે બેફામ ગેરકાયદે બાયોડીઝલ વેચવામાં આવી રહયું છે તેની ચર્ચાબાદ તંત્ર નામચીન લોકો કે જે ભૂતકાળમાનગરપાલિકાના કથિત પ્રમુખ રહી ચુકયા છ.ે તે તેમજ પોરબંદર ભાજપના એક અગ્રણી દ્વારા બાયોડીઝલ વેચવાનું સમગ્ર કૌંભાડ કરવામાં આવી રહયું છે. તેવી ચર્ચા ચાલી રહી છે. આ બંને વર્ષોથી ભાજપમાં સક્રિય છે અને મોટી વગ ધરાવે છે. તેવુૅ કહેવાય છે. ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરી રહેલા આ બેય વ્યકિતઓને હાલના રાજકીય નેતાનો સપોર્ટ હોય કોઈપણ જાતનો ડર રાખ્યા વગર આ ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણ તેમનાની નિગરાની હેઠળ કરાવી રહયા છે અને આપણું કોઈ કાંઈ કરી શકશે નહીં તેવો વિશ્વાસ ધરાવે છે. ગેરકાયદેસર બાયોડીઝલ પોરબંદરથી માછીમારી કરવા જતી બોટોના માલીકો ખરીદે છે તેમના સુધી આ જથ્થો રાજકીય અગ્રણી દ્ધારા પહોંચાડવામાં આવે છે ે અને રાજકીય રીતે મોટી વગ ધરાવે છે.તેની ગાડી બંદર વિસ્તારમાં જયાં ફીશીંગ બોટો પાર્ક કરવામાં આવે છે ત્યાં વાહનો દ્વારા મોડી સાંજના સમયે ડીલેવરી કરવા આવે છે અને પેમેન્ટ લેવડ-દેવડ માટે ઉપયોગ કરે છે. બાયોડીઝલનો સંપુર્ણ ધંધો રાજકીય વગ ધરાવતા લોકો કરે છે તેવી ચર્ચા ઉપડી છે. બાયોડીઝલ વેચનાર લોકો સરકારને ખુબ જ મોટું નુકશાન પહોંચાડી રહયા છે, ડીઝલમાં અંદાજીત રર ટકા વેટ છે જે આ ગોરખધંધાને કારણે સરકારની તિજોરીને સીધું નુકશાન પહોંચે છે. આમ છતાં જવાબદાર તંત્ર દ્વારા પગલા લેવાતા નથી.
ગેરકાયદે બાયોડીઝલ વેચાણ અટકાવવા લાગતા વળગતા જવાબદારોએ ે આજદિન સુધી કોઈ ઠોસ પગલા ભરેલ નથી અને આ ગેરકાયદેસર વેપલો બેફામપણે ચાલી રહયો છે. બાયો ડીઝલ વિફેતાઓ ડીઝલ કયાંથી ખરીદે છે તેનો કોઈ ડેટા રાખતા નથી કે લેતા નથી અથવા તેના એકના એક બીલ પર ખરીદી બતાવ્યા રાખે કે વેચાણ બતાવ્યા રાખે છે. જેને લઈ જેથી સરકારને જી.એસ.ટી.માં મસ મોટી નુકશાની જાય છે અને કાયદેસર ડીઝલ પંપ વિફેતાઓનું પણ વેચાણ ઘટે છે.તે અંગે તપાસ કરવા માગણી ઉઠી છે.
બાયો ડીઝલના નામે ઉપયોગ થતા ફયુલના નમુના લઈ તટસ્થ રીતે પળથકકરણમાં મોકલવા જોઈએ અને આકરા પગલા ભરવા જોઈએ અને મિશ્રિત ફયુલ રેગ્યુલર ડીઝલ કરતા ૧૦ થી ૧૫ રૂપિયા જેટલું સસ્તુ મળવાને કારણે ટ્રક, બસ, ટ્રેકટર ઉપરાંત બોટ માલિકો મોટા પ્રમાણમાં આ બાયોડીઝલની ખરીદી કરે છે અને બોટમાં નાખે છે તેવી ચર્ચા ે સ્થાનિક કક્ષાથી માત્ર દેખાડવા ખાતર નાના બાયોડીઝલ વેચનારાઓ ને પકડી ને કાગળ ની કાર્યવાહી બતાવે છે હકીકતે મોટા માથાઓ સામે પગલાં ભરવા જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
