<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

સુરેન્‍દ્રનગરના દિગસર-દાણાવાડા ચોકડી પાસે અસ.ટી. ટ્રક સાથે અથડાતા અકસ્‍માત

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રરઃ દિગસર-દાણાવાડા ચોકડી પાસે અ.સ.ટી. અને ટ્રેકટર વચ્‍ચે અકસ્‍માતમાં ટ્રેકટરના ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યારે એસ.ટી.બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.

આ અકસ્‍માતને પગલે રસ્‍તા પર ટ્રાફિકજામ થયો હતો. તેમજ એસ.ટી. બસના મુસાફરોને અકસ્‍માતને કારણે કલાકો સુધી રસ્‍તા પર બેસી રઝળવાનો વારો આવ્‍યો હતો. જ્‍યારે પોલીસને જાણ થતા ઘટના સ્‍થળે પહોંચી ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ચાલુ ટ્રેક્‍ટરનું એક ટાયર નીકળી જતા ટ્રેકટર ચાલકે સ્‍ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયો હોવાનું હાલ બહાર આવ્‍યુ છે. જ્‍યારે અકસ્‍માતનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ માલૂમ પડશે

(11:47 AM IST)