તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
કાલે પારો ઉંચે ગયા પછી સવાર થતા ફરી પારો નીચેઃ ઠંડી વધી લઘુતમ તાપમાનમાં આજે ફરી ઘટાડો થતા ઠંડકમાં વધારો

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ફરી ઠંડીમાં વધારો થયો છે.કાલે પારો ઉંચે ગયા પછી આજે સવાર થતા ફરી પારો નીચે ઉતરતા ઠંડી વધી છે. લઘુતમ તાપમાનમાં આજે ફરી ઘટાડો થતા ઠંડી વધી છે.
આજે કચ્છના નલીયામાં ૧૦.૮ ડીગ્રી, રાજકોટમાં ૧૪.ર, અમરેલીમાં ૧૬, જામનગરમાં ૧૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪, મહત્તમ તાપમાન ૩૦.પ, ભેજનું પ્રમાણ ૭૩ ટકા, પવનની ગતિ ૪.૩ કિ. મી. રહી છે.

(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
