<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

અમિત શાહના આગમન પૂર્વે કાર્યક્રમમાં આપના કાર્યકરો વિરોધ

કરવા ભાજપનો ખેસ પહેરીને બેઠા, પોલીસે અટકાયત કરી પોલીસની અટકાયત બાદ કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી નારા લગાવ્‍યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૨૨: મોરબીમાં અમિત શાહના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરી છુપા વેશમાં વિરોધ કરવા બેઠા હતા. પરંતુ પોલીસના ધ્‍યાને આવતા પોલીસે અટકાયત કરી લીધી છે.

કમલમના ઉદઘાટન માટે કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ૨:૫૦ વાગ્‍યે રવાપર - ઘુનડા રોડ ઉપર બનાવાયેલા હેલિપેડ ખાતે આગમન ત્‍યાંથી કમલમ સુધી કારમાં ગયા ત્‍યારે તેઓને આવેદન આપવા જતા આમ આદમી પાર્ટીના આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી.

તેવામાં આમ આદમી પાર્ટીના ૫ જેટલા કાર્યકરો સભા સ્‍થળે છુપા વેશે વિરોધ કરવા બેઠા હતા. તેઓએ ભાજપનો ખેશ પણ પહેર્યો હતો. જો કે આ બાબત પોલીસના ધ્‍યાનમાં આવી હતી. જેથી આ કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી જય જવાન જય કિશાનના નારા લગાવ્‍યા હતા

(10:34 AM IST)