<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

આવતીકાલે રવિવારે ઓખા - ભાવનગર એક્સપ્રેસ ટ્રેન બે કલાક મોડી ઉપડશે

રાજકોટ: આવતીકાલે રવિવારે જામનગર અને લાખાબાવળ વચ્ચે બ્રિજ નંબર ૩૫૯ ઉપર નવા આરસીસી બોક્સના નિર્માણ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે, તેના કારણે ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા - ભાવનગર એક્સપ્રેસ બે કલાક મોડી એટલે કે રવિવારે બપોરે ૩.૧૫ વાગ્યાના બદલે સાંજે ૫.૧૫ વાગ્યે ઉપડશે. આ ટ્રેનને જામનગર–લાખાબાવળ બ્લોક સેક્શનમાં વધારાની ૩૦ મિનિટ માટે રોકવામાં આવશે.

 

 

મુસાફરો માટે સૂચના: ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે મુસાફરોને www.enquiry.indianrail.gov.in વેબસાઇટ જોવાની વિનંતી કરવામાં આવી છે.

(9:32 AM IST)