તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
કાલાવડના મોટા વડાળા શાળા ખાતે સી.આર.સી કક્ષાના કલા મહોત્સવની ઉજવણી
ચિત્ર,બાલ કવિ,સંગીત વાદન અને ઞાયન સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કલાના કામણ પાથરયા: બાલ સ્પર્ધકોને પુરસ્કાર આપી સન્માનિત કરાયા

રાજકોટ તા.22 : જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ ભવન જામનગર દ્વારા આયોજિત વિકસિત ગુજરાત 2047 થીમ આધારિત સી.આર.સી કક્ષાના કલા ઉત્સવ 2025 નું મોટા વડાળા સી.આર.સી હેઠળ આવતી રામપર સિંધુડી શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન મોટા વડાળા સી.આર.સી કો-ઓર્ડીનેટર શિવપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટા વડાળા,પાતા મેઘપર,મકાજી મેઘપર,વિભાનીયા, જુવાનપર અને મંગલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કલા ઉત્સવ અંતર્ગત આ મહોત્સવમાં ચિત્ર સ્પર્ધા,બાલ કવિ સ્પર્ધા,સંગીત વાદન અને ગાયન સ્પર્ધાના કાર્યક્રમમાં 22 વિદ્યાર્થીઓએ ભાગ લઈ કલા કૌશલ્ય રજૂ કર્યું હતું.
સ્પર્ધામાં ભાગ લીધેલા પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તમામ સ્પર્ધકોને સર્ટીફીકેટ અને ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે મોટા વડાળા તાલુકા શાળાના આચાર્ય સીમાબેન સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા નિર્ણાયક તરીકે શિક્ષકએ જવાબદારી સંભાળી હતી.
કાર્યક્રમ સફળ બનાવવા મોટા વડાળા કલસ્ટરના શિક્ષકો,આચાર્ય ગાયત્રીબેન હાડા,મધ્યાહન ભોજનના સંચાલક જયેશભાઈ શ્રીમાળી અને તેમના ધર્મપત્ની સહિત વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
