<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

મોરબીના સાત વર્ષના બાળકે ગૃહમંત્રી અમિતભાઈ શાહને ચિત્ર ભેટમાં આપ્યું.

મોરબીના સાત વર્ષના યુગ દિનેશભાઈ મહેતાએ 24 બાય 28 ઈંચ સાઈઝનું ચિત્ર આપ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી ભાજપના કાર્યાલય કમલમના ઉદ્ઘાટન પ્રસંગે મોરબી આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને મોરબીના સાત વર્ષના બાળકે ચિત્ર ભેટમાં આપ્યું છે. મોરબીના સાત વર્ષના યુગ દિનેશભાઈ મહેતાએ આજરોજ કમલમ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન અમિતભાઈ  શાહનું ચિત્ર બનાવીને ભેટમાં આપ્યું છે. યુગ મહેતાએ આ ત્રીજી વખત અમિતભાઈ  શાહને આ રીતે ચિત્ર બનાવીને આપ્યું છે. આ ચિત્ર 24 બાય 28 ઈંચ સાઈઝનું છે. આ અગાઉ પણ બે વખત સાળંગપુર ખાતે અમિતભાઈ  શાહને તેણે ચિત્ર ભેટમાં આપ્યું હતું.

(10:02 PM IST)