<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

શાપરમાં સગર્ભા સુશીલા ચોૈહાણનો એસિડ પી આત્‍મહત્‍યાનો પ્રયાસ

લવમેરેજ કર્યા હોઇ માવતર વાત ન કરતાં હોવાથી માઠુ લાગી ગયું: મુળ બિહારની નવોઢા રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૧: શાપર વેરાવળમાં સર્વોદય સોસાયટીમાં રહેતી સુશીલા ઓમપ્રકાશ ચોૈહાણ (ઉ.વ.૨૫)એ સાંજે ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે.

સુશિલાનો પતિ ઓમપ્રકાશ કંપનીમાં સીએનસી ઓપરેટર તરીકે કામ કરે છે. મુળ યુપીના ઓમપ્રકાશે કહ્યું હતું કે તેણી અને સુશિલાએ છ મહિના પહેલા લવમેરેજ કર્યા  છે.

હાલ સુશિલાના પેટમાં બે માસનો ગર્ભ છે. તેણી લવમેરેજ કરીને આવી હોઇ જેથી તેના માવતર તેની સાથે ફોનમાં વાત ન કરતાં હોઇ આ બાબતનું માઠુ લાગતાં તેણે આ પગલુ ભર્યુ છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:48 AM IST)