News of Thursday, 20th November 2025
લીંબડીમાં રખડતા શ્વાનોને કારણે અકસ્માત : જીન રોડ પર અચાનક શ્વાન આડું આવતા બાઇક સ્લીપ થઈ: ચાલક ઘાયલ
અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

લીંબડી શહેરના જીન રોડ પર આજે બાઇક ચાલકને ગંભીર અકસ્માત નડ્યો હતો. માર્ગ પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકની સામે અચાનક એક શ્વાન આડું આવી જતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકને શરીરના ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. દુર્ઘટના બન્યા બાદ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
