<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

પશ્ચિમ કચ્છમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર ૮૦૦ ગુનેગારોની યાદી તૈયાર : અત્યાર સુધી ૫૫૪ ગુનેગારો ચેક કરાયા તેમાંથી ૩૩૫ ના ડોઝિયર ભરાયા

હથિયાર ધારા હેઠળ ૪૨૯ , એનડીપીએસ હેઠળ ૨૭૨ આરોપી, એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ૩૯, નકલી, બનાવટી નોટોના કેસના ૪૩, પેટ્રોલિયમ એક્ટના ૧૭ આરોપી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ : રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સામેલ ૮૦૦ ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે. કુલ ૬ અલગ અલગ ગુનાઓ પ્રમાણે હથિયાર ધારા હેઠળ ૪૨૯ આરોપી, એનડીપીએસ હેઠળ ૨૭૨ આરોપી, એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ૩૯, નકલી, બનાવટી નોટોના કેસના ૪૩, પેટ્રોલિયમ એક્ટના ૧૭ એમ કુલ મળી ૮૦૦ આરોપીઓની યાદી તૈયાર કરાઈ છે. જેમાં ૧૬ થી ૧૮ નવેમ્બર સુધી ૫૫૪ ગુનેગારોને ચેક કરી ૩૩૫ ના ડોઝિયર ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે. હજી બાકી યાદી છે તેની કામગીરી હજી ચાલુ છે.

(9:30 AM IST)