<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ભાવનગર હત્યા કેસમાં નવો વળાંક: ACF શૈલેષ ખાંભલાએ પત્ની અને બાળકોની હત્યા પાછળ 'પ્રેમ પ્રકરણ' કબૂલ્યું

પોલીસે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા આરોપી શૈલેષ ખાંભલાએ આઘાતજનક કબૂલાત કરી

ભાવનગરમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (ACF) શૈલેષ ખાંભલાએ પત્ની અને બે બાળકોની હત્યા કરવાના ગંભીર કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા આરોપી શૈલેષ ખાંભલાએ આઘાતજનક કબૂલાત કરી છે કે તેણે તેના જ પરિવારની હત્યા પ્રેમ પ્રકરણને કારણે કરી હતી. શૈલેષ ખાંભલાની આ હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને તેણે પોતે જ ગુના પાછળનું આ કારણ પોલીસ સમક્ષ કબૂલ્યું છે.

 

(11:33 PM IST)